Site icon Revoi.in

ઈંગ્લેન્ડને ટેસ્ટ મેચમાં હરાવીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બનાવ્યાં ત્રણ રેકોર્ડ

Social Share

દિલ્હીઃ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે લોડર્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 151 રનથી પરાજીત કર્યું છે. આ જીત સાથે જ ભારતીય ટીમ પાંચ મેચની સિરીઝમાં 1-0થી આગળ નીકળી ગઈ છે. હજુ બીજી ત્રણ ટેસ્ટ મેચ રમાશે. આ જીત સાથે જ વિરાટ કોહલીએ ત્રણ મોટા રેકોર્ડ પોતાને નામ કર્યાં છે. ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ SENA( દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં સૌથી વધારે જીત મેળવનારા એશિયાઈ કેપ્ટન બની ગયા છે. આ ઉપરાંત સૌથી સફળ ટેસ્ટ કેપ્ટનોમાં વેસ્ટ ઈન્ટીઝના પૂર્વ કેપ્ટન ક્લાઈવ લોયડને પાછળ પાડીને આગળ નીકળી ગયા છે. SENA ભારતની આ પાંચમી જીત છે. તેમણે આ મામલે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમને પણ પાછળ છોડી દીધા છે.

એશિયાઈ કેપ્ટન દ્વારા SENAમાં સૌથી વધારે ટેસ્ટ જીતવાનો રેકોર્ટ આ પહેલા વસીમ અક્રરમના ખાતામાં હતો. જેમણે પોતાની કેપ્ટનશીપમાં પાકિસ્તાનને ચાર ટેસ્ટ જીતાડી હતી. વિરાટ કોહલીએ પાંચ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવીને આ યાદીમાં ટોચ ઉપર પહોંચી ગયો છે. જાવેદ મિયાંદાદની કેપ્ટનશીપમાં પણ પાકિસ્તાન SENAમાં ચાર ટેસ્ટ જીત્યું હતું. જ્યારે ચોથા નંબર ઉપર એમએસ ધોની છે. જેની કેપ્ટનશીપમાં ભારતે SENAમાં 3 ટેસ્ટ મેચ જીતી હતી.

વિદેશી ધરતી ઉપર ટોસ હાર્યાં બાદ સૌથી વધારે ટેસ્ટ મેચ જીતવાના મામલે ભારતીય કેપ્ટનોની યાદીમાં પણ વિરાટ ટોપ ઉપર પહોંચી ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સૌરભ ગાંગુલીના નામે હતો. ટોસ હાર્યા બાદ પણ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતે વિદેશી ધરતી ઉપર પાંચ ટેસ્ટ જીતી હતી. જ્યારે વિરાટની કેપ્ટનશીપમાં છ ટેસ્ટ જીતી છે.  ટેસ્ટ ક્રિકેટના સફળ કેપ્ટનોની યાદીમાં વિરાટ હવે ચોથા ક્રમે આવી ગયો છે. ટેસ્ટમાં સૌથી સફળ કેપ્ટન દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ છે. સ્મિથએ પોતાની કેપ્ટનશીપમાં ટીમને 53 ટેસ્ટમાં જીત અપાવી છે. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટીંગ છે. તેમની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ 48 ટેસ્ટ જીતી હતી. ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ વો છે તેમની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ 41 ટેસ્ટ જીતી હતી. ચોથા ક્રમ ઉપર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે. વિરાટની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ 37 ટેસ્ટ જીતી છે.

(PHOTO-FILE)