Site icon Revoi.in

ભારતે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં મેળવી શાનદાર જીત- ફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત વિકેટથી પછાડ્યું

Social Share

દિલ્હીઃ- ક્રિકેટ ભારતના લોકોની મનપસંદ રમત છે તેમ કહીએ તો ખોટૂ નથી જે રીતે પુરુષોની દરેક શ્રેણીની મેચ માટે લોકો ઉત્સાહીત છે તેજ રીતે મહિલા ક્રિકેટને લઈને પણ હવે લોકો ઉત્સાહીત બન્યા છે ત્યારે હવે અંડર 19 ટી 20 વર્લ્ડ કપમાં મહિલાઓએ શાનદાર જીત મેળવીને ભારતનું નામ રોશન કર્યું છે.

અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં, ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી. ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ જીતીને ઈતિહાસ રચ્યો છે.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ભારત સામે 69 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ સાત વિકેટ ગુમાવીને તેને હાંસલ કરી જીત મેળવી હતી.આ સાથે ભારતે પ્રથમ મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ જીત્યો. ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત  ICC ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહી છે.

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની મહિલા ટીમે ભારતીય ટીમે સામે રીતસરની ઘૂંટણિયે પડી ગઈ હતી આખી ટીમ માત્ર 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના પગલે હવે ભારતીય ટીમને જીતવા જેટલા રન જોઈતા હતા તેમાં તે મણે સફળતા મેળવી. સાધુ, પાર્શ્વી ચોપરા અને અર્ચના દેવીએ બે-બે વિકેટ ખેરવી હતી.