Site icon Revoi.in

ઈન્ડિયા ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લગ્નના બંધનમાં બંધાશે

Social Share

 દિલ્હીઃ કોરોના મહામારી બાદ અનેક સેલિબ્રિટીઓ લગ્ન કરી રહ્યા છે, ત્યારે ભારતીય ટિમનો ફાસ્ટ બોલર પણ હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે આ માટે તેણે ક્રિકેટમાંથી રજાઓ પણ લીધી છે.તે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો હોવાથી અંતિમ ટેસ્ટ નહી રમવાનો નિર્મણ કર્યો છે.

બીસીસીઆઈના ખાસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બુમરાહ એ પોતનાના લગ્ન માટે રજા લીધી હોય તેવું સત્તાવાર રીતે જાણ કરી નથી જો કે મીડિયા એહેવાલો પ્રમાણે જસપ્રીત એ લગ્ન માટે રજા લીધી હોવાનું જણાય રહ્યું છે.

બુમરાહ સાથે જોડાયેલા સૂત્ર પાસે જાણવા મળતી વિગત પ્રમાણે આ ખેલાડી એક અઠવાડિયાની અંદર લગ્ન કરવાનો છે. એક સ્પોર્ટ્સ એન્કર સાથે તેના લગ્ન ગોવામાં આયોજન કરવામાં આવ્યા  છે. જોકે તારીખને ગુપ્ત રાખવામાં આવી છે. આ લગ્ન સમારોહમાં ટીમ ઈન્ડિયાનું સામેલ થવું મુશ્કેલ છે.

જસપ્રિત બુમરાહ ફાસ્ટ બોલિંગ કરવા માટે જાણી તો છે,વાત કરીએ તો બુમરાહે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં બે મચ રમી હતી. ચેન્નાઇમાં થયેલ પહેલી ટેસ્ટ મેચમાં બુમરાહે કેટલીક ઓવર સુધી બોલિંગ કરી હતી અને એમને વધુ સફળતા મળી હતી. આમ જસપ્રપીત દર્શકોનો ખૂબ જ ચાહીતો ક્રિકેટર છે, ત્યારે હવે તેના લગ્નની વાતને લઈને તેના ચાહકો ખુશ થયેલા જોવા મળ્યા છે, જો કે સત્તાવાર રીતે જસપ્રીત આ વાત જાહેર કરે ત્યારે ખરેખર મનાશે કે જસપ્રીતે રજા લગ્ન માટે લીધી છે કે કેમ.

સાહિન-

Exit mobile version