Site icon Revoi.in

ભારતમાં આઝાદીના 70 વર્ષ સુધી આરોગ્ય સેવાઓને લઈને ધ્યાન નથી અપાયુઃ પીએમ મોદી

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના વારાણસીમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના મહામારી વચ્ચે 100 કરોડ ડોઝ પુરા કરવાનો ઈતિહાસ રચવામાં આવ્યો છે. હજુ આ અભિયાન વધારે વેગવંતુ ચાલી રહ્યું છે. જ્ઞાનનો ભંડાર કાશી કલશ દૂર કરે છે, તો પછી આરોગ્ય સાથે જોડાયેલી યોજના માટે કાશીથી વધારે સારી જગ્યા કંઈ હોઈ શકે. આજે આ મંચ ઉપર બે મોટા કાર્યક્રમ થઈ રહ્યાં છે. એક ભારત સરકારનો તમામ ભારતમાં માટે 64 હજાર કરોડનો આ કાર્યક્રમ કાશીની ભૂમી ઉપરથી લોન્ચ થયાં છે. આ ઉપરાંત કાશી અને પૂર્વાંચલ માટે કોરોડના કાર્યક્રમ થઈ રહ્યાં છે. આજે 75 હજાર કરોડના કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ યોજનાઓમાં મહાદેવના આર્શિવાદ છે. જ્યાં મહાદેવના આર્શિવાદ હોય ત્યાં કલ્યાણ અને સફળતા જ હોય. મહાદેવના આર્શિવાદ હોય તો કષ્ઠોથી મુક્તિ મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના કાશીમાં આયુષ્યમાન ભારત  હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર મિશન સહિતના વિવિધ લોકહિતની યોજાનોનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગ્રે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનુ નામ લીધા લીધા તેની ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,  કાશીમાં થઈ રહેલો આ વિકાસ પર્વ સમગ્ર દેશમાં નવી ઉર્જા આપશે. આપણા અહીં શરીરને સ્વસ્થ રાખવામાં કરેલુ રોકાણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આઝાદી બાદ 70 સુધી આરોગ્ય બાબતે ધ્યાન ન અપાયું. ગામડાઓમાં હોસ્પિટલો ન હતી. હોસ્પિટલો હતી તો તબીબો ન હતા સહિતની અનેક અસુવિધાઓ હતી. આપણા હેલ્થકેર સિસ્ટિમમાં જે ખામી હતી જેથી ચિંતામાં વધારો થયો હતો. જો કે, ભવિષ્યમાં કોઈ પણ મહામારીનો સામનો કરવા માટે આપણે તૈયાર રહીએ તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આગામી ચાર-પાંચ વર્ષના સમયગાળા ક્રિટિકલ હેલ્થકેર નેટવર્કને મજબુત બનાવાશે. જે રાજ્યોમાં આરોગ્યની સુવિધિઓનો અભાવ છે ત્યાં વધારે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.