Site icon Revoi.in

રશિયન વિદેશમંત્રીએ કરી ભારતની પ્રસંશા- કહ્યું અમેરિકા અને યુરોપીયન દેશ કરતા ભારત આગળ છે

Social Share

દિલ્હીઃ- ભારત દેશ સતત પ્રગતિ કરતો દેશ છે, હવે દરેક મોર્ચે ભારત વિશ્વના દેશો સાથે કદમ મિલાવીને ચાલી રહ્યો છે કેટલીક બાબતોમાં ભારત વિદેશને ટક્કર આપે છે ત્યારે વિશ્વભરમાં ભારત દેશના વખાણ થી રહ્યા છે,કોરોનામાં વેક્સિનની બાબત હોય કે ટિજિટલ પેમેન્ટની વાત હોય કે પછી ડિજીટલ ક્ષેત્રની વાત હોય કે પછી દેશની ત્રણેય સેનાને મજબૂત કરવાની દિશાનું કાર્ય હોય ભારત સતત સક્રિય છે ત્યારે હવે રશિયાના વિદેશમંત્રીએ પણ ભારતના વખાણ કર્યા છે.

રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે કહ્યું છે કે ચીન અને ભારત પહેલાથી જ યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનના સભ્યોથી ઘણી બધી બાબતોમાં આગળ જોવા મળે છે. તેણે ચીન અને ભારતને પોતાના સાચા મિત્ર ગણાવ્યા હતા. આ દરમિયાન, તેમણે આર્થિક શક્તિના નવા કેન્દ્રોના વિકાસ, નાણાકીય અને રાજકીય પ્રભાવ વિશે પણ વિગતવાર વાત કરી હતી.

તુર્કી, ઇજિપ્ત, પર્શિયન ગલ્ફ દેશો, બ્રાઝિલ અને અન્ય લેટિન અમેરિકન દેશોને બહુ-ધ્રુવીયતાના ભાવિ કેન્દ્રો તરીકે વર્ણવતા, લવરોવે કહ્યું કે આ વર્તમાન સમયમાં પ્રભાવશાળી અને આત્મનિર્ભર કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. એરિટ્રિયામાં એક સંયુક્ત સમાચાર પરિષદ દરમિયાન, રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે જાહેરાત કરી હતી કે 15મી BRICS સમિટ આ વર્ષના ઓગસ્ટના અંતમાં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાવાની છે.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે નાટો, યુરોપિયન યુનિયન સિવાયના BRICS જેવા બહુરાષ્ટ્રીય પ્લેટફોર્મને ખાસ મહત્વ આપ્યું છે. ભારતને આર્થિક શક્તિનું નવું કેન્દ્ર ગણાવતા રશિયન વિદેશ મંત્રીએ તેના નાણાકીય અને રાજકીય પ્રભાવને વિસ્તારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત જેવા દેશો પહેલાથી જ અમેરિકા અને યુરોપિયન યુનિયનના સભ્ય દેશો કરતાં આગળ છે

આ સાથે જ વિદેશમંત્રીએ અમેરિકાએ આકરા પ્રહાર કરતા, લેવરોવે એરીટ્રિયામાં એક સંયુક્ત ન્યૂઝ કોન્ફરન્સમાં તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, પશ્ચિમમાં યુએસ, નાટો અને યુરોપિયન યુનિયન જેવા એકમો દ્વારા સમૂહને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરવામાં આવ્યું છે.આ સાથે જ કહ્યું કે“બહુ-ધ્રુવીય વિશ્વની સ્થાપના એક હેતુપૂર્ણ પ્રક્રિયા છે.