Site icon Revoi.in

ભારતને ટૂંક સમયમાં વધુ એક વેક્સીન મળી શકે છે, જે નાક દ્વારા આપવામાં આવે છે

Social Share

અમદાવાદ: ભારતને કોરોના વેક્સીનના મોરચા પર ટૂંક સમયમાં એક અન્ય સારા સમાચાર મળી શકે છે. ટૂંક સમયમાં ભારત બાયોટેક દેશમાં Nasal વેક્સીનનું ટ્રાયલ શરૂ કરવા જઈ રહ્યું છે. નાગપુરમાં આ વેક્સીનના પ્રથમ અને બીજા તબક્કાનું ટ્રાયલ કરવામાં આવશે.

Nasal વેક્સીન નાક દ્વારા આપવામાં આવે છે, જ્યારે ભારતમાં હજી સુધી મંજૂર કરવામાં આવેલી બે વેક્સીન કોવિશિલ્ડ અને કોવેક્સીન છે તે હાથ પર ઈંજેક્શન લગાવવામાં આવે છે.

ભારત બાયોટેકના ડો.કૃષ્ણ ઇલ્લાના જણાવ્યા મુજબ, તેમની કંપનીએ વોશિંગ્ટન યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે. આ Nasal વેક્સીનમાં બેને બદલે માત્ર એક જ ડોઝ આપવાની જરૂર પડશે. રીસર્ચમાંથી જાણવા મળ્યું છે કે, આ ખૂબ જ સારો વિકલ્પ છે.

ડો.ચંદ્રશેખરના જણાવ્યા મુજબ આગામી બે અઠવાડિયામાં Nasal Covaxin નું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ માટે અમારી પાસે જરૂરી પુરાવા છે કે, નાક દ્વારા આપવામાં આવેલ વેક્સીન ઇન્જેક્શનવાળી વેક્સીન કરતા વધુ સારી છે. ભારત બાયોટેક ટૂંક સમયમાં આ ટ્રાયલ માટે DCGI ને દરખાસ્ત કરશે.

મળતી માહિતી મુજબ, ભુવનેશ્વર-પુણે-નાગપુર-હૈદરાબાદમાં આ વેક્સીનનું ટ્રાયલ થશે. જ્યાં 18 થી 65 વર્ષ સુધીના લગભગ 40-45 સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવશે.

નોંધપાત્ર વાત એ છે કે, ભારત બાયોટેક હજી પણ બે ઇન્ટ્રા-નેસલ વેક્સીન પર કામ કરી રહ્યું છે. બંને વેક્સીન અમેરિકાની છે.

-દેવાંશી