Site icon Revoi.in

વેક્સિનનાં બંને ડોઝ મેળવવામાં ભારત અમેરિકા પછી બીજા સ્થાનેઃ-અત્યાર સુધી 3 ગણી વસ્તીને જ મળ્યા છે બંને ડોઝ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છએ ત્યારે કોરોનાને પહોંચી વળવા ભારતમાં રસીકરણ તેજ બનાવવામાં આવ્યું છે.ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. આ દ્રષ્ટિકોણથી, ભારત અમેરિકા પછી બીજા સ્થાન પર  છે જેણે આટલા મોટા પ્રમાણમાં રસીકરણ કર્યુ છે.

જો કે, આપણે દેશની કુલ વસ્તીને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો આપણે આ મામલ પાછળ પડતા જોવા મળઅયા છે. 130 કરોડની વસ્તીને જોતાં, આ આંકડો સાધારણ છે, કારણ કે બંને ડોઝ મેળવનારા લોકોની સંખ્યા મર્યાદિત છે. આવી સ્થિતિમાં પ્રશ્નો ઉભા થવાના છે. જો કે, સરકારે રવિવારે સંકેત આપ્યો છે કે તે આગામી કેટલાક મહિનામાં 25-30 કરોડના ડોઝની ખરીદી કરીને રસીકરણને તીવ્ર બનાવશે.જો કે વિતેલા દિવસે સરકાર 25-30 કરોડ વેક્સિનના ડોઝ ખરીદશે અને રસીકરણને ફરીથી વેગ આપશે.

અમેરિકાની જો વાત કરીએ તો અહીં  અત્યાર સુધીમાં 29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. દેશના 49 ટકા લોકોને પ્રથમ ડોઝ અને 40 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે આ મામલે બ્રિટનમાં 6 કરોડ 26 લાખ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે,દેશની કુલ વસ્તીમાં 35 ટકા વસ્તીને બંને ડોઝ આપવામાં આવી છે. આ સાથે જ વસ્તીના કુલ 57 ટકા લોકોને અત્યાર સુધી પ્રથમ ડોઝ મળ્યો છે.

ભારતમાં 3 ગણી વસ્તીને જ મળ્યા છે વેક્સિનના બન્નેં ડોઝ

દેશમાં અત્યાર સુધીમાં 21 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. પરંતુ કુલ વસ્તીના માત્ર ત્રણ ટકા લોકોને બંને ડોઝ મળ્યા છે. આ સાથે જ 12 ટકા લોકોએ પ્રથમ ડોઝ પસાર કર્યો છે.

જર્મનીમાં અત્યાર સુધીમાં 4 કરોડ 83 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. દેશની 40 ટકા વસ્તીને પ્રથમ અને 16 ટકા વસ્તી બંને આપવામાં આવી ચૂક્યા છે. જ્યારે આ બાબતે ફ્રાંસની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 3 કરોડ 42 લાખ ડોઝ આપવામાં આવ્યા છે,દેશની 35 ટકા વસ્તીને પ્રથમ ડોઝ અને15 ટકાને બન્ને ડોઝ મળી ચૂક્યા છે