Site icon Revoi.in

વિશ્વમાં સૌથી વધારે નેટ યુઝર્સમાં ભારત બીજા ક્રમે, સૌથી વધારે મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ દક્ષિણ કોરિયામાં

Social Share

દિલ્હીઃ સમગ્ર વિશ્વ વર્ચ્યુઅલ કેનેકશન તરફ આગળ વધી રહ્યું છે. દુનિયામાં 4.5 અબજ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. 5600 લાખ ઈન્ટરનેટ યુઝર્સ સાથે ભારત બીજા ક્રમે છે. જ્યારે સમગ્ર દુનિયામાં લગભગ 2.05 અબજ લોકો ઓનલાઈન ખરીદી કરે છે. એક અંદાજ અનુસાર 47 ટકા રિટેલ વેચાણ ઓનલાઈન થાય છે.

ઈન્ટરનેટ યુઝર્સના આંકડા અનુસાર વિશ્વમાં લગભગ 7.8 અબજની વસતી છે. દક્ષિણ કોરિયાના લોકોને સૌથી વધારે 52.4 MBPS મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ મળે છે. જ્યારે 5600 લાખ ઈન્ટરનેટ યુઝર્સ સાથે ભારત વિશ્વમાં સૌથી મોટુ બીજા ક્રમનું માર્કેટ છે. દુનિયામાં સૌથી વધારે ઈન્ટરનેટ યુઝર્સ માત્ર એશિયામાં છે.

એશિયાની કુલ વસ્તીના 50 ટકાથી વધારે લોકો ઈન્ટરનેટ એક્સેસ કરી શકે છે. તેમજ ઓનલાઈન જાહેરાતનું સૌથી લોકપ્રિય સ્વરૂપ સોશિયલ મીડિયા એડ છે. જે બાદ ડિસ્પ્લે એડ અને પેઈડ સર્ચ માર્કેટિંગ આવે છે. 4.18 અબજ યુઝર્સ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. સમગ્ર વિશ્વના વિવિધ વર્ચ્યુઅલ માધ્યમોના એપ સ્ટોરમાંથી ગુગલ પ્લે સ્ટોર પાસે સૌથી વધારે 25,70,000 એપ સંગ્રહ છે. યુઝર્સ મોબાઈલ ઉપરનો 90 ટકા સમય મોબાઈલ એપ ઉપર પસાર કરે છે. દુનિયામાં અત્યાર સુધીમાં 3623 લાખ ડોમેઈન નામ રજિસ્ટર્ડ થયાં છે. જેમાં સૌથી વધારે ચાઈનાના રજિસ્ટર્ડ થયાં છે.

સમગ્ર વિશ્વમાં લગભગ 2.05 અબજ લોકો ઓનલાઈન ખરીદી કરે છે. જ્યારે વૈશ્વિક સ્તરે 47 ટકા રિટેલ વેચાણ ઓનલાઈન થાય છે. બીજી તરફ વિશ્વભરમાં સાઈબર ક્રાઈમથી ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે.