Site icon Revoi.in

લદ્દાખ સીમા વિવાદની સેન્ય બેઠકમાં ભારતે કહ્યું – ચીનએ નિયમનો ભંગ કર્યો છે એટલે પહેલા ચીનની સેના પીછે હટ કરે

Social Share

 

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા તણાવ ચાલી રહ્યો છે, ત્યારે વિતેલા દિવસે સોમવારના રોજ બન્ને સેન્ય અધિકારીઓ વચ્ચે લાંબા સમયની બેઠક યોજાઈ હતી જેમાં ભારતે સખ્ત વલણ અપનાવ્યું હતું ,ભારતે ચીનને ક્હયું કે, વિવાદીત જગ્યાએથી ચીનએ તરત પાછળ હટી જવું જોઈએ, કારણ કે, સેનાને આગળ વધારવાની શરુઆત તેમના થકી જ થઈ હતી.

ભારતે સેન્ય લેવલની બેઠકમાં ચીનને બેઘડક કહી દીધુ છે કે, તમે પોતાની સેનાને તાત્કાલિક પાછળ ખસેડી લો, જો ચીન પીછે હટ નહીં કરે તો ભારતીય સૈનિકો સરહદ પર શરદીની ઋતુમાં પણ અડગ ખડેપગે રહેવા માટે તૈયાર છે.

ભારત અને ચીન વચ્ચેની બેઠકમાં  મુખ્ય મુદ્દાઓ પર થઈ વાત-ચીત

બન્ને સેન્યની આ બેઠક સોમવારના રોજ સવારે નવ વાગ્યે શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલુ રહી હતી. હવે આજ રોજ ગળવારે ફરી એકવાર બંને દેશોની સેનાના કોર્પ્સ કમાન્ડર સામ-સામે આવી શકે છે. આવી સ્થિતિમાં, આ વિવાદના સમાધાન માટે વાટાઘાટો કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ભારત તરફથી ચીનને કહેવામાં આવ્યું છે કે, જો ચીન સંપૂર્ણ રીતે આ વિસ્તારમાંથી પાછું નહીં જખસે અને પરિસ્થિતિને પુનર્સ્થાપિત કરવાના પ્રયત્નો કરશે  તો ભારતીય સેના લાંબા સમય સુધી અને શરદીની મોસમમાં પણ આ વિસ્તારમાં ખડજેપગ રહેવા તૈયાર છે

 

સાહીન