Site icon Revoi.in

ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકતા અમેરિકામાં રાઈસની ખરીદી માટે પડાપડી

Social Share

દિલ્હીઃ- ભારત સરકારે તાજેતરમાં ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે હવે તેની અસર વિશઅવની મહાસત્તા ગણાતા અમેરિકા માં જોવા મળી રહી છે એક રિપોર્ટ પ્રમાણે યુએસ સ્થિતિ મોલ સુપરમાર્કેટમાં ચોખાની ખરિદી કરવા માટે લાંબી લાઈનો લાગી છે,માર્કેટમાં જે કંઈ સ્ટોક છે તેને લોકો ફટાફટ ખરીદી કરી રહ્યા છે દરેકના મનમાં એ વાતનો ડર છે કે હવે ચોખા મળશે નહી.

ભારતે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ સમગ્ર યુ.એસ.માં ચોખાની અછત નોંધાઈ છે. લોકોમાં અગાઉથી ચોખા ખરીદવાની હરીફાઈ શરૂ થઈ ગઈ છે. વધતી માંગના જવાબમાં, ઘણા સ્ટોર્સે ચોખાના ગ્રાહકો ખરીદી શકે તેટલી થેલીઓની સંખ્યા પર નિયંત્રણો મૂક્યા છે.હવે અહીં ગ્રાહક દિઠ ચોક્કસ પેકેટની સંખ્યા જ આપવામાં આવી રહી છે જેથી કરીને દરેક ગ્રાહકને ચોખા મળી રહે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અમેરિકાના મોટા ભાગના ટાઉનમાં મૂળ ભારતીયો વસી રહ્યા છે જેઓ ભારતથી જતા ચોખા ખાવા માટે ટેવાયેલા છે આમ તો અમેરિકામાં પણ બ્રાઉન રાઈસને મળતા હોય છે જો કે મૂળ ભારતીયોને ભારતના ચોખાનો ટેસ્ટ પસંદ છે જ્યારે લોકોને આ વાતના સમાચાર મળ્યા કે ભારત સરકાર દ્રારા ચોખાની નિકાસ પર બેન મૂકાયો છે ત્યારથી જ લોકો જરુર કરતા વધારે ચોખાના 5 થી 10 કિલો ગ્રામના પેકેટ ખરીદવા લાઈનમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતે 20 જુલાઈએ સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતો પર નિયંત્રણ રાખવા માટે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. સમાચાર મળ્યા પછી, અમેરિકામાં ચોખાની માંગ ઝડપથી વધી, જેના કારણે અમેરિકાના અનેક સુપર માર્કેટમાં ચોખાની અછત સર્જાઈ છે અને લોકોની માગ વધી છે.

યુએસ સ્થિત રહેતા ભારીયોએ જણાવ્યું કે  ચોખા માટે યુએસમાં સ્થાનિક પટેલ બ્રધર્સ, અપના બજાર, લોટ્ટે પ્લાઝા અને અન્ય દક્ષિણ એશિયાઈ કરિયાણાની દુકાનોમાં અછત વર્તાઈ રહી છે લોકો ચોખાની ખરિદી માટે અગાઉથી જ લાઈનો લગાવી રહ્યા છએ કેટલાક સ્ટોર્સમાં ચોખાનો પુરવઠો પણ ખતમ થી ચૂક્યો છે તો કેટલાક ગ્રાહકો પાછા ફરી રહ્યા છે.ત્યારે હાલ પણ જો કોઈને ખબર મળી રહી છએ કે જે તે સ્ટોર્સમાં ચોખા ઉપલબ્ધ છે તો લોકો તાત્કાલિક ઘોરણે તેની ખરીદી કરવા પહોંચી રહ્યા છે.