Site icon Revoi.in

ભારતે કરી ગૂગલ પર કાર્યવાહી – રૂ. 1,338 કરોડનો ફટકાર્યો દંડ ,જાણો શું છે મામલો

Social Share

દિલ્હીઃ- વિશવનું સૌથી જાણીતુ સર્ચ એન્જિન ગૂગલ તેની કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં આવે છે,અનેક દેશોએ ગૂગલ પણ ઘણો દંદડ પણ લગાવ્યો છે ત્યારે હવે ભારતે પણ કરોડો રુપિયાનો દંડ ગૂગલ પર ફચકાર્યો છે ભારતમાં ઉદ્યોગો વચ્ચેની સ્પર્ધા પર નજર રાખતી બંધારણીય સંસ્થા કોમ્પિટિશન કમિશને ગૂગલના માલિક આલ્ફાબેટ પર રૂ. 1337.76 કરોડનો દંડ ફટકાર્યો છે. કમિશને આદેશ આપ્યો છે કે ગૂગલે તેના પ્લેટફોર્મ એન્ડ્રોઈડનો રસ્તો બદલવો જોઈએ.

એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સેગમેન્ટમાં તેની મજબૂત બજાર સ્થિતિનો દુરુપયોગ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સીસીઆઈએ અગ્રણી ઈન્ટરનેટ કંપનીને અન્યાયી વ્યાપારી પ્રવૃત્તિઓને રોકવા  માટે નિર્દેશ આપ્યો છે.

કોમ્પિટિશન કમિશને કહ્યું કે ગૂગલે માર્કેટમાં તેની વર્ચસ્વનો લાભ લીધો અને ક્રોમ અને યુટ્યુબ જેવી તેની એપ્સને પ્રમોટ કરવા માટે એન્ડ્રોઇડ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે જેના માટે તેના પર કાર્વાહી કરી દંડ ફટકારાયો છે.

એક નિવેદનમાં, કમિશને જણાવ્યું હતું કે, “બજારોમાં સ્પર્ધા મેરિટ પર આધારિત હોવી જોઈએ અને પ્રભાવશાળી હિસ્સેદારોની જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે તેમની વર્તણૂક આ ગુણવત્તા આધારિત સ્પર્ધા પર અતિક્રમણ ન કરે.ઉલ્લેખનીય છે કે સરકાર ટેક કંપનીઓ માટે સતત નિયમો કડક બનાવી રહી છે. ભારતમાં હેલ્ધી કોમ્પિટિશનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમેરિકન કંપની આલ્ફાબેટ સામે ઘણા કેસ નોંધ્યા છે..