Site icon Revoi.in

ભારત દ્વારા ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઈલનું ઓડિશા સમુદ્રતટ પર પરીક્ષણ

Social Share

ભારત દ્વારા મંગળવારે ઓડિશાના સમુદ્રતટ પર આવેલી મિસાઈલ રેન્જ ખાતે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલને ભારતીય સેના માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગનાઈઝેશન દ્વારા વિકસિત કરવામાં આવી છે.

ઓડિશાના બાલાસોર જિલ્લામાં આવેલા ચાંદીપુર ખાતે ટ્રક બેસ રોટેટેબલ લોન્ચ યુનિટમાંથી ક્વિક રિસ્પોન્સ સરફેસ ટુ એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે.

આ મિસાઈલો કોઈપણ હવામાન અને કોઈપણ ભૌગોલિક વિસ્તારમાં અસરકારક રીતે કામગીરી કરવા માટે સક્ષમ છે અને તેમા એરક્રાફ્ટ રડારોને જામ કરવા માટેની ઈલેક્ટ્રોનિક સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. આ મિસાઈલ ટ્રેકિંગની પણ ક્ષમતા ધરાવે છે.

ક્વિક રિસ્પોન્સ સરફેસ ટુ એર મિસાઈલમાં સોલિડ ફ્યૂલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની રેન્જ 25 કિલોમીટરથી 30 કિલોમીટર સુધીની છે.

ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલનું પહેલું પરીક્ષણ  4 જૂન-2017ના રોજ કરવામાં આવ્યું હતું અને બીજું સફળ પરીક્ષણ ત્રીજી જુલાઈએ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય વાયુસેનાના એર સ્ટ્રાઈક્સના ગણતરીના કલાકોની અંદર ભારત દ્વારા ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઈલ ટેસ્ટ કરવામા આવ્યા છે. સૂત્રો જબ, વાયુસેનાએ બાલાકોટ ખાતે સુસાઈડ બોમ્બિંગ ટ્રેનિંગ સેન્ટરને સંપૂર્ણપણે તબાહ કર્યું છે અને લગભગ ત્રણસોથી સાડા ત્રણસો આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.