Site icon Revoi.in

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારત – પ્રથમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર 7.8 ટકા નોંધાયો

Social Share

દિલ્હીઃ- ભારતની અર્થવ્યવસ્થા સતત સુઘરી રહી છે હવે ભારત વિશ્વભરમાં ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યું છે ત્યારે હવે  કૃષિ અને નાણાકીય ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે દેશનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકા રહ્યો છે

આથી વિશેષ કે આ સાથે જ ભારત ઉચ્ચ વિકાસ અર્થતંત્ર બની રહ્યું છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) એ ગુરુવારે જીડીપીના આંકડા જાહેર કર્યા.વિતેલા નાણાકીય વર્ષ 2022-23ના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વિકાસ દર 13.1 ટકા હતો. આ સાથે, ભારત મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતો દેશ સાબિત થઈ રહ્યો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ચીનનો જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકા રહ્યો નોંધાયો હતો.