Site icon Revoi.in

ભારતના પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા આવતીકાલે 19 ઉપગ્રહો અંતરિક્ષમાં મોકલાશે

Social Share

કોચી: ભારતનું પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ રવિવારે સવારે 19 ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલશે. આ વિશે માહિતી આપતાં ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે 8.54 વાગ્યાથી તેની લોન્ચ થવાની ઉલટી ગણતરી શરૂ થઇ ગઈ છે. ભારતીય રોકેટ PSLV-C51 ને રવિવારે સવારે 10.24 મિનીટ પર આંધ્રપ્રદેશના શ્રીહારીકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટર તરફથી એક લોન્ચ પેડના સહારે રવાના કરવામાં આવશે. આ રોકેટમાં 637 કિલો બ્રાઝિલિયન ઉપગ્રહ એમેઝોનિયા -1 સહીત 18 અન્ય સેટેલાઇટસ પણ અંતરિક્ષમાં મોકલવામાં આવી રહ્યા છે. આમાંથી 13 અમેરિકાના છે.

ઇસરોના અધ્યક્ષ કે.સિવાને જણાવ્યું કે, આવતીકાલે સવારે 10.24 મિનીટ પર, રોકેટના લોન્ચ થવાના કાઉન્ટડાઉનની શરૂઆત આજે સવારે 8.54 વાગ્યેથી થઇ ગઈ છે.વર્ષ 2021 માં ભારતનું આ પ્રથમ અંતરિક્ષ અભિયાન પીએસએલવી રોકેટ માટે ખુબ જ લાંબુ હશે, કારણ કે તેની ફ્લાઇટનો સમય 1 કલાક,55 મિનિટ અને 7 સેકન્ડનો રહેશે. જો રવિવારે સવારે રોકેટની લોન્ચિંગ યોગ્ય રીતે થશે, તો ભારત દ્વારા લોન્ચ કરાયેલા વિદેશી ઉપગ્રહોની કુલ સંખ્યા 342 થશે.

ઇસરોએ કહ્યું કે અમેઝોનિયા -1 ઉપગ્રહની મદદથી એમેઝોન ક્ષેત્રમાં જંગલોની કાપણી અને બ્રાઝિલમાં કૃષિ ક્ષેત્રને લગતા વિવિધ વિશ્લેષણ માટે યુઝર્સને રિમોટ સેન્સિંગ ડેટા પ્રદાન કરીને હાજર સંરચનાઓને વધુ મજબૂત બનાવવાનું કામ કરવામાં આવશે.

અન્ય 18 ઉપગ્રહોમાંથી ચાર ઇન-સ્પેસથી છે. આમાંથી ત્રણ ભારતીય શૈક્ષણિક સંસ્થાઓનાં સંધ યુનિટી સૈટસથી છે,જેમાં શ્રીપેરંબદુરમાં સ્થિત જેપ્પીઆર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી,નાગપુર સ્થિત જી.એચ.રાયસોની કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને કોઈમ્બતુર સ્થિત શ્રી શક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સામેલ છે. એકનું નિર્માણ સતિષ ધવન સેટેલાઇટ સ્પેસ કિડ્સ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે અને 14 એનએસઆઈએલના છે