Site icon Revoi.in

એલએસી પાસે ભારત-યુએસના સંયુક્ત સૈન્ય અભ્યાસથી ચીનના પેટમાં રેડાયું તેલ, કર્યો વિરોધ

Social Share

દિલ્હીઃ- ભારત સાથે અમેરિકાના સંબંધો સારા રહ્યો છે જો કે આ વાત ચીનને પચી રહી નથી, એલએસી પાસે ભારત અને અમેરિકા સાથે મળીને સેન્ય અભઅયાસ કરી રહી છએ તો ચીનને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે કારણ કે  ચીને કહ્યું કે તે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત-અમેરિકા સંયુક્ત સૈન્ય અભ્યાસનો વિરોધ કરે છે અને તે નવી દિલ્હી અને બેઇજિંગ વચ્ચે થયેલા બે સરહદ કરારોની ભાવનાનું ઉલ્લંઘન કરે છે

ભારત-યુએસ સંયુક્ત લશ્કરી કવાયતની 18મી આવૃત્તિ ‘ યુદ્ધ અભ્યાસ હાલમાં 100 કિમી દૂર ઉત્તરાખંડમાં ચાલી રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય શાંતિ રક્ષા અને આપત્તિ રાહત કામગીરીમાં બંને સેનાઓ વચ્ચે આંતરકાર્યક્ષમતા વધારવા અને કુશળતા વહેંચવાનો છે. લગભગ બે અઠવાડિયા સુધી ચાલનારી આ કવાયત તાજેતરમાં શરૂ થઈ છે.

આ કવાયતથી ચીનને વાંધો પડ્યો છે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને વિતેલા દિવસને બુધવારે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “ચીન-ભારત સરહદ પર એલએસી નજીક ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 1993 અને 1996માં ચીન અને ભારત વચ્ચે થયેલા કરારોની ભાવનાનું ઉલ્લંઘન કરે છે.

બુધવારે સવારે જારી કરાયેલા આ અહેવાલમાં હિંદ મહાસાગરથી લઈને પ્રશાંત-ભારત ક્ષેત્ર સુધી ચીનની સૈન્ય ગતિવિધિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે, જે ભારતના હિતોને પણ ઘણી રીતે અસર કરે છે. રિપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચીન નથી ઈચ્છતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને અને તેને રોકવા માટે તે ભારત સાથેની તેની સરહદ પર તણાવ વધારવાનું કાવતરું કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં ગાલવાન ઘાટીમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી અને ભારતીય સેના સાથે તેમની અથડામણ પણ ભારત-અમેરિકાના સંબંધોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. ચીનની સૈન્ય અને સુરક્ષા ગતિવિધિઓ પર અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોન દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.