Site icon Revoi.in

ભારત-ઉઝબેકિસ્તાન વર્ચ્યુઅલ સમિટ – પીએમ મોદીએ કહ્યું, ‘બન્ને દેશો આતંકવાદ સામે દ્રઢતા સાથે ઉભા છે’

Social Share

દિલ્હીઃ- આજ રોજ શુક્રવારે ભારત-ઉઝબેકિસ્તાન વર્ચ્યુઅલ સમિટ યોજાઈ રહી છે, ત્યારે આ સમિટના આરંભમાં જ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શોકત મીરઝિયોયેવ સાથેની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, “આતંકવાદ સામે ભારત અને ઉઝબેકિસ્તાન એક સાથે મજબૂત રીતે અડગ થઈને ઊભા છે અને ઉગ્રવાદ, કટ્ટરવાદ અને અલગતાવાદ અંગે બંને દેશોની ચિંતાઓ પણ સમાન છે”.

પીએમ મોદીએ  કહ્યું કે, ઉગ્રવાદ, કટ્ટરવાદ અને અલગતાવાદ વિશે  અમારી ચિંતાઓ એક સમાન છે. અમે બંને  દેશો આતંકવાદ સામે મજબુત થઈને ઊભા છીએ. પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ પર પણ અમારો અભિગમ પણ એક સમાન છે. મોદીએ કહ્યું કે, કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારી પણ મજબૂત થઈ છે અને ભારત ઉઝબેકિસ્તાન સાથે વિકાસની ભાગીદારીને વધુ તીવ્ર બનાવવા માંગે છે.

તેમણે એ વાતની ખુશી વ્યક્ત કરી કે ભારતીય લાઈન ઓફ ક્રેડિટ હેઠળ કેટલાક પ્રોજેક્ટ્સ પર વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અમે ઉઝબેકિસ્તાનની વિકાસ પ્રાથમિકતાઓ અનુસાર અમે ભારતની કુશળતા અને અનુભવ શેર કરવા તૈયાર છીએ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માહિતી અને ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્ય, તાલીમ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં ભારતમાં ઘણી કુશળતા છે જે ઉઝબેકિસ્તાન માટે ઉપયોગી થઈ શકે છે.

સાહિન-