Site icon Revoi.in

વડાપ્રધાન મોદી આજે વિયેતનામના વડાપ્રધાન સાથે કરશે વાટાઘાટો, વ્યૂહાત્મક ભાગીદારી પર કરી શકે છે ચર્ચા

Social Share

દિલ્લી: ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિયેતનામના વડાપ્રધાન ગુયેન ઝુઆન ફુચ સાથે ઓનલાઇન વાતચીત કરશે, જેમાં તેઓ બંને દેશો વચ્ચે વ્યાપક રણનીતિકની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવા અંગે ચર્ચા કરી શકે છે.

આ દરમિયાન રક્ષા,ઉર્જા અને આરોગ્ય ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરવા ભારત અને વિયેતનામ વચ્ચે અનેક કરાર અને ઘોષણા થવાની સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત-પ્રશાંત ક્ષેત્રની સ્થિતિ અંગે ચર્ચા થવાની અપેક્ષા છે, કારણ કે બંને દેશોને મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ, સમૃધ્ધ અને શાસન આધારિત પ્રાદેશિક વ્યવસ્થામાં સમાન રસ છે.

બેઠકમાં બંને પક્ષો ભારત-વિયેતનામ સમગ્ર રણનીતિક ભાગીદારીના ભાવિ વિકાસ માટે સંયુક્ત પત્ર જારી કરી શકે છે,જે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવાનો માર્ગ મોકળો કરવાનો છે. ભારત અને વિયેતનામએ તેમના દ્વિપક્ષીય સંબંધોને વર્ષ 2016માં એકંદર રણનીતિ ભાગીદારી તરફ આગળ વધાર્યા, અને સંરક્ષણ સહયોગ આ ઝડપથી વિકસતા દ્વિપક્ષીય સંબંધોનો આધાર સ્તંભ રહ્યો છે.

આ પહેલા વર્ષ 2018માં વડાપ્રધાન મોદી વિયેતનામ ગયા હતા. આ સમય દરમિયાન ભારત અને વિયેતનામ વચ્ચેના સંબંધો મજબૂત બન્યા હતા. આ મુલાકાતથી ભારત અને વિયેતનામ વચ્ચે વ્યાપક રણનીતિક ભાગીદારી પર સંધિ થઈ હતી. આ સંધિ હજી સુધી વિયેતનામે ફક્ત રશિયા અને ચીનની સાથે કરી છે.

_દેવાંશી