Site icon Revoi.in

જાપાન-જર્મનીને પાછળ છોડીને આવનારા 7 વર્ષમાં ભારત બનશે વિશ્વની ત્રીજી મહાસત્તા – કેન્દ્રીય મંત્રી સિંધિયા

Social Share

દિલ્હીઃ ભારત વિશઅવભરમાં જાણીતો દેશ બન્યો છે હવે તે અનેક દેશઓ સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યો છે અનેક ક્ષેત્રમાં દુનિયાના ઘણા દેશોને ભારત ટક્કર આપે છે ત્યારે આવનારા 7 વર્ષમાં ભારત વિશ્વની મહાસત્તા બનશે આ વાત કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી હતી.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ માત્ર આર્થિક ક્ષેત્રે જ પ્રગતિ નથી કરી રહ્યો પરંતુ તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે પણ આગળ વધી રહ્યો છે. અયોધ્યા, કાશી, ઉજ્જૈનથી અલગ-અલગ ધાર્મિક વિસ્તારોનો વિકાસ કરીને દેશની આર્થિક સ્થિતિ સુધારવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો છે કે આગામી સાત વર્ષમાં દેશ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે અમે 11મા સ્થાનેથી વધીને પાંચમા સ્થાને પહોંચી ગયા છીએ. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસનો આ ક્રમ ચાલુ રહેશે અને ટૂંક સમયમાં આપણે મોટી ઉપલબ્ધિ હાંસલ કરીશું.

આ સહીત તેમણે તેમણે કહ્યું કે 2947 સુધીમાં દેશ વિશ્વ ગુરુ તરીકે ઉભરી આવશે. કેન્દ્રમાં બીજેપીના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર પર, પાર્ટી દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપી રહી છે. આ ક્રમમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજધાની દિલ્હીમાં કેન્દ્રના કામ વિશે પત્રકારોને માહિતી આપી.

તેઓએ એમ પણ જણાવ્યું હતું કેભારત ભૂતકાળમાં પણ વિશ્વનું પ્રતિનિધિત્વ કરતું આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે 1820માં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ હતી, પરંતુ પાછળથી તેમાં ઘટાડો થયો અને દેશ આર્થિક દુષ્ટ વર્તુળમાં આવી ગયો. પરંતુ હવે છેલ્લા નવ વર્ષમાં દેશ સતત આગળ વધી રહ્યો છે.

આ સહીત કોરોના કાળમાંમ રસીની ઉપલબ્ધિા પણ તેમણે યાદ કરી અને કહ્યું કે જે દેશ રસી માટે વિશ્વના અન્ય દેશો પર નિર્ભર રહેતો હતો, તે કોરોના કાળમાં દુનિયાએ જોયું કે ભારત ન માત્ર વિશ્વમાં રસી બનાવનાર પ્રથમ દેશ બન્યો છે, પરંતુ 220 કરોડ મફત રસી પણ આપનાર છે. તેના નાગરિકોને અને લગભગ સો દેશોમાં રસીની નિકાસ કરનાર દેશ બની ગયો છે.આ પહેલા પણ અનેક મંત્રીઓએ આ વાત કરી છે અને સતત ભારત હવે વિશ્વની સાથે કદમ થી કદમ મિલાવી તેની બરાબરી કરતો દેશ બની રહ્યો છે.