Site icon Revoi.in

હિંદ પ્રશાંત ક્ષેત્રના પડકારો સામે હવે ભારત ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને કરશે સામનો 

Social Share

દિલ્હી – ભારત અને ફ્રાન્સ, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ રહેલી દરિયાઈ અને આકાશી પડકારોનો સામનો કરવા માટે ત્રિ-સ્તરનું મિકેનિઝમ બનાવવાની તૈયારીમાં છે.આ સમગ્ર મામલે વિતેલા દિવસને મંગળવારના રોજ દ્વિપક્ષીય વાતચીત દરમિયાન ભારત અને ફ્રાંસએ મંત્રણા કરી હતી. તે જ સમયે, બંને દેશોએ આ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા માટેના નવા રસ્તાઓ શોધવા બાબતે વાટાઘાટો દરમિયાન વૈચારિક ચર્ચાઓ પણ કરી હતી.

વિદેશ મંત્રી એસ.કે. જયશંકર અને તેના ફ્રાંસના સમકક્ષ જીન-યુક્ક લી ડ્રિયાન વચ્ચે થયેલી વાતચીત દરમિયાન ફ્રેન્ચ પક્ષે ભારતની  હિંદ પ્રશાંત દરિયાઈ પહેલ(આઈપીઓઆઈ) નો પણ ભાગ બનવાની  જાહેરાત કરી હતી.વિદેશ મંત્રીએ આ મામલે કહ્યું કે, ભારત અને ફ્રાન્સ કોરોના પછીના સામાન્ય એજન્ડા પર ગાઢ સહકારથી આગળ વધી રહ્યું છે. તેમણે ટ્વિટ કરીને ફ્રેન્ચ વિદેશ મંત્રીની પણ પ્રશંસા કરી હતી. બીજી તરફ, ફ્રેન્ચ રાજદૂત ઇમૈનુએલ લેનિઆને પણ આ બેઠકને ખૂબ ઉત્તમ ગણાવી હતી.

આ સિવાય વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને દેશોએ ભારત-યુરોપિયન વેપાર અને રોકાણ કરારને વધુ તીવ્ર બનાવવાનું મહત્વ પણ સમજ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે બંને દેશો હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ વધુ મજબૂત બનાવવાના રસ્તાઓ શોધશે, જેમાં ભારત- ઓસ્ટ્રેલિયા-ફ્રાંસ ત્રિપક્ષીય પ્રણાલી, સમુદ્રી અને અવકાશી પડકારોનો સામનો કરવો અને હવામાન નિયંત્રણ અને બાયો-સંસાધન સંરક્ષણ ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવા સહિતના પડકારોનો સમાવેશ થાય છે.

આ મામલે મંત્રાલયે જણાવ્યું હતું કે,ભારતે ફ્રાન્સના નિર્ણયને આવકાર્યો છે, જેને આઇપીઓઆઇના આધારસ્તંભ, દરિયાઇ સંસાધનો સાથે જોડવાની વાત કરવામાં આવી છે.વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને મંત્રીઓએ ઘણાં બધા હિતોથી સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. તેણે બહુ-ધ્રુવીય વિશ્વ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા અને બહુવચનવાદમાં વિશ્વાસનો પુનરોચ્ચાર કર્યો.

સાહિન-