Site icon Revoi.in

 બ્રિટન કોવિશિલ્ડની માન્યતાને લઈને ભારતની સ્થિતિ સ્પષ્ટ નહી કરે તો ભારત પણ અપનાવશે કડક વલણ – ભારતે આપ્યો કડક સંદેશ 

Social Share

 

દિલ્હીઃ ભારતે બ્રિટનના નવા પ્રવાસ નિયમો પર કડક વલણ અપનાવ્યું છે. નવા નિયમને ભેદભાવપૂર્ણ ગણાવ્યો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એક તરફ બ્રિટન કોવિશિલ્ડને ઓળખવાનું કહે છે અને બીજી બાજુ ક્વોરોન્ટાઈનની જોગવાઈ ચાલુ રાખવામાં આવી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ સ્પષ્ટપણે બ્રિટનને ટોચના સ્તરે મેસેજ પહોંચાડવામાં આવ્યો છે. જો આગામી દિવસોમાં યુકે તરફથી પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં નહીં આવે, તો ભારત પણ પરત ફરતા નિયમો લાગુ કરીને બ્રિટનના લોકો માટે 10 દિવસના ક્વોરેન્ટાઇન અને બે આરટીપીસીઆર પરીક્ષણની જોગવાઈને અમલમાં મૂકવાની ફરજ પાડશે.

ઉલ્લેખનીય છે કે બ્રિટને 4 ઓક્ટોબરથી કોરોના પ્રવાસના નિયમોમાં ફેરફાર કર્યો છે. અંબર અને ગ્રીન યાદી ખતમ કરી છે. રેડ લીસ્ટમાં સમાવિષ્ટ દેશોમાંથી બ્રિટનમાં આવતા લોકો માટે નિયમો પહેલાની જેમ જ રહેશે. એટલે કે, તેઓએ પોતાના ખર્ચે દસ દિવસ સુધી હોટલમાં ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને બે ટેસ્ટ ફરજિયા કરાવવાના રહેશે. જ્યારે બિન-લાલ સૂચિ ધરાવતા દેશોમાંથી આવતા લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી હોય અને યુકે દ્વારા રસીઓ મંજૂર કરવામાં આવી હોય તો તેમને પૂર્વ-ફ્લાઇટ આરટીપીસીઆર પરીક્ષણ કરવાની જરૂર રહેશે નહીં.

આ ,સાથે જ  કોઈ ક્વોરેન્ટાઈન રહેશે નહીં અને બીજા અને આઠમા દિવસે આરટીપીસીઆર પરીક્ષણો કરાવા પડશે. જો કે, પુનરાવર્તન પરીક્ષણો કરી શકાય છે. નવા નિયમોમાં રસીકરણને પ્રાથમિકતા આપવામાં આવી છે.

ત્યારે હવે આ બાબતે બ્રિટનને ભારત કડક સંદેશ મોકલાવ્યો છે, કે જો બ્રિટન વેક્સિનની માન્.તા તથા 20 દિવસ ક્વોરોન્ટાઈનને લઈને પોતાના નિયમો નહી બદલે તો ભઆરત પમ બ્રિટનથી આવતા લોકો માટે સમાન રસ્તો અપનાવી શકે છે. આમ તો બ્રિટને કોી પમ વેક્સિનને માન્યતા આપી છે પરંતુ 10 દિવસ પ્રવાસીએ પોતાના ખર્ચે ક્વોરોન્ટાઈન રહેવું પડશે તેમ જણાવ્યું છે આ સાથે જ 2 વખર આરટીપીસીઆર રિપોર્ટ પણ કરાવવા પડશે જેને લઈને ભારતે હવે સખ્ત વલણ અપનાવ્યું છે.