Site icon Revoi.in

એશિયા કપ હોકી – ભારતે જાપાનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યું

Social Share

દિલ્હીઃ-  ભારતીય પુરુષ હોકી ટીમે ઈન્ડોનેશિયાના જકાર્તામાં આયોજીત એશિયા કપમાં જીત મેળવી છે, આ ટૂર્નામેન્ટમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યું છે. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં જાપાનને 1-0થી હરાવ્યું હતું. આ સાથે જ આ મેચમાં જાપાનને 7 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ બિરેન્દર લાકરાની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પ્રતિસ્પર્ધીને એક પણ ગોલ કરવા દીધો નહોતો. છેલ્લા સમયે ભારતીય ટીમ 10 ખેલાડીઓ સાથે રમી હતી, પરંતુ તેમ છતાં જાપાન એક પણ ગોલ કરી શક્યું ન હતું.

ભારતે શરૂઆતના ક્વાર્ટરમાં જ લીડ મેળવી હતી. ટીમ માટે એકમાત્ર ગોલ રાજકુમાર પાલે કર્યો હતો. હાફ ટાઇમ સુધીમાં સ્કોર 1-0થી ભારતની તરફેણમાં હતો, જેને તેણે છેલ્લે સુધી જાળવી રાખ્યો હતો. ટૂર્નામેન્ટમાં ભારતનો આ બીજો બ્રોન્ઝ મેડલ છે.

ભારતીય પુરુષ હોકી ટીમ એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી. સુપર-4ની ફાઈનલ મેચમાં દક્ષિણ કોરિયાએ ટીમને 4-4થી રોકી હતી. સારી ગોલ એવરેજના કારણે કેરી અને મલેશિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.આ પહેલા સુપર-4ની પ્રથમ મેચમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું હતું. આ સાથે જ મલેશિયા સાથે 3-3થી ડ્રો રમાઈ હતી. ભારતીય ટીમ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન હતી, પરંતુ આ વખતે તેને બ્રોન્ઝ મેડલ મળવા પાત્ર બન્યો છે

Exit mobile version