અમદાવાદઃ ક્રિકેટ પ્રેમીઓના ઈતંઝારનો અંત આવ્યો છે આજે ફાઈનલી ભારત અને પાકિસ્તાન વચ્ચે અમનદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાવા જઈ રહી છએ ત્યારે ભારતે પાકિસ્તાન સામે ટોસ જીત્યો છે.
ઓડીઆઈ વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ને લઈને દર્શકો ઘણા ઉત્સુક છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે આ આઠમી મેચ છે. ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ 7-0નો છે.
જો કે મહત્વની વાત એ છે કે શુભમન ગિલ પણ આ મેચ રમવા મેદાનમાં ઉતરી રહ્યો છેભારતના ખએલાડીઓની વાત કરીએ તો શુભમન ગિલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનની ટિમ વિશે વાત કરીએ તો આ ટીમમાં અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફનો સમાવેશ કરવામાં આવ્યો છેભારતે પાકિસ્તાન સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્માએ કહ્યું કે આ મેચમાં શુભમન ગિલની વાપસી થઈ છે. ઇશાન કિશનને બહાર બેસવું પડ્યું છે.