Site icon Revoi.in

વર્લ્ડ રેંકિંગ : દુનિયાની ચોથી સૌથી વધુ શક્તિશાળી સેના છે ઈન્ડિયન આર્મી, પાકિસ્તાન ખૂબ પાછળ

Social Share

નવી દિલ્હી  : ભારતીય સેના શક્તિના મામલામાં દુનિયામાં ચોથા ક્રમાંકે છે, જ્યારે એશિયામાં ઈન્ડિયન આર્મી શક્તિના મામલે બીજા ક્રમાંકે છે. દુનિયાભરની સેનાઓની શક્તિને લઈને ગ્લોબલ ફાયરપાવર્સ 2019 મિલિટ્રી સ્ટ્રેન્થ રેન્કિંગ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાન આ વર્લ્ડ રેન્કિંગમાં ભારતથી કોસો પાછળ છે અને તે દુનિયામાં 15મા ક્રમાંકે છે. સેનાની શક્તિ 55 અલગ-અલગ માપદંડોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

રેન્કિંગ જાહેર કરનારા આ સંગઠન પ્રમાણે, ભારતીય સેનામાં લગભગ 34 લાખ સૈનિકો છે. તેમાથી લગભગ 13 લાખ સૈનિકો એક્ટિવ છે. જ્યારે વાર્ષિક ધોરણે સેનામાં સામેલ થવાની વયે પહોંચનારા ભારતીયોની સંખ્યા 23,116,044 (1.8%) છે.

હંમેશાની જેમ સૈન્ય શક્તિની વર્લ્ડ રેન્કિંગમાં અમેરિકાની સેના પહેલા સ્થાન પર છે. ત્યાંની વસ્તી 33 કરોડ છે અને અહીં 21 લાખ સૈનિકો છે. જ્યારે બીજા ક્રમાંકે રશિયા અમેરિકાને આકરી ટક્કર આપી રહ્યું છે. રશિયાની પાસે 35 લાખ સૈનિકો છે. જ્યારે ત્રીજા ક્રમાંકે ચીન અને ચોથા ક્રમાંકે ભારત છે. ટોપ-10 દેશોની યાદીમાં ફ્રાંસ પાંચમું, જાપાન છઠ્ઠું, દક્ષિણ કોરિયા સાતમું, યુનાઈટેડ કિંગ્ડમ આઠમું, તુર્કી નવમું અને જર્મની દશમા સ્થાને છે.

જ્યારે 11મા સ્થાને ઈટાલી, 12મા સ્થાને ઈજીપ્ત, 13મા સ્થાને બ્રાઝીલ, 14મા સ્થાને ઈરાન અને 15મા સ્થાને પાકિસ્તાનને વર્લ્ડ રેન્કિંગમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પાકિસ્તાન પાસે 12 લાખ સૈનિકો છે. એટલે કે ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે અડધોઅડધથી પણ ઓછા સૈનિકો છે. રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન પાસે હાલ સાડા છ લાખ સૈનિક સક્રિય છે.

એશિયામાં ચીનની સેના સૌથી આગળ છે. અહીં ભારત બીજા ક્રમાંકે છે. જ્યારે એશિયામાં પાકિસ્તાન ત્રીજા ક્રમાંકે છે. આ યાદીમાં બાદમાં મ્યાંમાર અને તેના પછી બાંગ્લાદેશનો ક્રમાંક આવે છે. શ્રીલંકા સાતમા ક્રમાંકે છે. આઠમા ક્રમાંકે નેપાળ છે અને તેની પાસે માત્ર 95 હજાર સૈનિકો છે. જ્યારે 10મા ક્રમાંકે ભૂટન છે. જો કે વર્લ્ડ રેન્કિંગમાં ભૂટાનનું સ્થાન સૌથી નીચે 137મું છે. ભૂટાનની પાસે માત્ર 7 હજાર સૈનિકો છે.