Site icon Revoi.in

ભારતીય લશ્કરમાં 12 હાઇ પર્ફોર્મન્સ બોટ સમાવેશ પામશે- લદ્દાખમાં પેંગોંગ લેક પાસે કરશે પેટ્રોલિંગ 

Social Share

દિલ્હીઃ-દેશની ત્રણેય સેના ગપેક મોરચે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે, ત્યારે હવે ભારતીય લશ્કરમાં ટૂંક સમયમાં એક ડઝન જેટલી હાઇ પર્ફોર્મન્સ બોટનો સમાવેશ પામશે, આ બોટ લશ્કર દ્વારા ખરીદવાની સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી છે,આ બોટ લદ્દાખ સરહદ સ્થિત પેંગોંગ સરોવર વિસ્તારમાં પેટ્રોલિંગમાં જોતરાશે

વિતેલા વર્ષ દરમિયાન એપ્રિલ મહિનામાં  ચીન તરફથી અનેક પગપેસારો કરવાની ઘટના બની હતી ,ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવા તેમજ કેટલાક ભારતીય પ્રદેશને પોતાના ગણાવવા ચીને પોતાના લશ્કરને લદ્દાખ સરહદે પેંગોંગ સરોવર નજીક તૈનાત કર્યું હતું. જો કે ભારતીય  લશકરોએ ચીનને મૂહતોડ જવાબ આપ્યો હતો.

ઠંડીની ઋતુ શરુ થતાની સાથે જ હવે ચીની સૈનિકો પર ઠંડીની અ,ર થી રહી છે,જેથી કરીને ચીની સૈનિકોને સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા છે, એક બાજુ વાટાઘાટની વાતો કરે છે અને બીજી બાજુ સતત તેમની ગતિવિધઇઓ શરુ રાખતું ચીન નાટકબાજી કરતું આવે છે

ત્યારે હવે આ વિસ્તાર પર સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે, હવે પેંગોંગ સરોવર વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ભારતીય લશ્કરે 12 હાઇ પર્ફોર્મન્સ બોટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો.આ માટે  સંરક્ષણ મંત્રાલયે મંજુરી પણ આપી દીધી છે.

સાહિન-