Site icon Revoi.in

ઇન્ડિયન ઓયલે નવા એલપીજી કનેક્શન માટે મિસ્ડ કોલ સુવિધાની જાહેરાત કરી

Social Share

મુંબઈ :ઘરેલું રસોઇ ગેસના નવા કનેક્શન માટે હવે નથી ગેસ એજન્સીમાં જવાની જરૂર અને નથી ફોર્મ ભરવાની જરૂર. ફક્ત એક મિસ્ડ કોલ આપો અને ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરો. કનેક્શન લઈને ગેસ એજન્સીનો પ્રતિનિધિ તમારા ઘરે પહોંચશે.

હાલમાં, ઇન્ડિયન ઓયલે નવા એલપીજી કનેક્શન માટે મિસ્ડ કોલ સુવિધા આપવાની જાહેરાત કરી છે. દેશભરમાં કોઈપણ વ્યક્તિ નવું કનેક્શન મેળવવા માટે 8454955555 પર મિસ્ડ કોલ આપી શકે છે. ઇન્ડિયન ઓયલ હાલમાં એકમાત્ર ઓયલ માર્કેટિંગ કંપની છે જે ગ્રાહકોને આ સુવિધા પૂરી પાડે છે.

આ પહેલનો પ્રારંભ કરતા ઇન્ડિયન ઓયલના પ્રમુખ એસ.એમ. વૈદ્યએ કહ્યું કે વડાપ્રધાનના ડીઝીટલ ઇન્ડિયાના વિઝન અને ગ્રાહકોની સુવિધામાં સુધાર માટે સતત પ્રયાસોને અનુરૂપ જારી મિસ્ડ કોલ સુવિધા એલપીજી ગ્રાહકો માટે અમારી સેવાઓ સુલભ બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવશે.

અગાઉ, દેશભરમાં રિફિલ બુકિંગ અને અને પસંદગીના વિસ્તારોમાં નવા કનેક્શન માટે મિસ્ડ કોલ સુવિધાને જાન્યુઆરી 2021 માં લોન્ચ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે,હવે કંપની નવા કનેક્શન માટે ગ્રાહકોને મિસ્ડ કોલ દ્વારા મફત નોંધણીની સુવિધા આપશે. તેનાથી ગ્રાહકો, ખાસ કરીને વૃદ્ધો અને ગ્રામીણ વિસ્તારોના લોકોને ફાયદો થશે.