Site icon Revoi.in

ભારતીય રેલ્વેની નવી પહેલ – ટ્રાફીક ઓછું કરવા લૂપ લાઈનની લંબાઈમાં કરાશે વધારો, જાણો લૂપ લાઈન શું છે

Social Share

દિલ્હીઃ-ભારતીય રેલ્વેના દક્ષિણ સેન્ટ્રલ ઝોને ટ્રાફિક ધટાવવા માટે આંધ્રપ્રદેશના વિજયવાડા સ્ટેશનના બિક્કાવોલૂ સ્ટેશન પર પ્રથમ લાંબી લૂપ લાઇન શરૂ કરી છે. આ લાઈન વ્યસ્ત વિજયવાડા-વિશાખાપટ્ટનમ રૂટ ઉપર છે. ટ્રાફિક ઘટાડવા માટે ભારતીયએ આ યોજના શરૂ કરી છે.

લૂપ લાઈન શું છે જાણો –

રેલ્વેમાં લૂપ લાઈનનું નિર્માણ એટલા માટે કરવામાં આવતું હોય છે કે, સ્ટેશનો પણ વધુને વધુ ટ્રેનને ઊભી રાખવામાં આવી શકે જેમાં મુશ્કેલી ન સર્જાય,  સાથએ જ લૂપ લાઈનની મદદ વડે ટ્રેનનું સંચાલન કરવામાં સરળતા પ્રાપ્ત થાય છે, આમ તો સામાન્ય રીતે લૂપ લાઈનની લંબાઈ 75 0 મીટર હોય છેજે એન્જિન સહીત એક લાંબી ટ્રેનને મસાવાની ક્ષમતા ધરાવે છે,વધતી માંગ અને સરેરાશ સરેરાશ ગતિને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે લગભગ 1,500 મીટરની લૂપ લાઇન બનાવવાની તૈયારી કરી રહ્યું

લૂપ લાઈન નિર્માણથી થશે આટલા ફાયદાઓ

રેલ્વે મંત્રાલય પહેલા છ સ્ટેશનો પર લાંબી લૂપ લાઇનના નિર્માણને મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે બીક્કાવોલુ સ્ટેશન પર બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે અને સમય પહેલા જ એક લૂપ લાઇન તૈયાર થઈ ચૂકી છે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં વિક્ષેપ પાડ્યા વિના બિકકાવોલુ સ્ટેશન પર લૂપ લાઇનનું બાંધકામ કરાયું છે

સાહિન-