Site icon Revoi.in

ભારતીય રેલ્વેનો નવો ઓદેશ-હવેથી ટ્રેનના ગાર્ડ  ‘ટ્રેન મેનેજર’ તરીકે ઓળખાશે

Social Share

 

દિલ્હીઃ- ભારતમાં રેલ્વે વિભાગ દ્વારા પ્રાવાસીઓને યાત્રાને સરળ અને સહજ બનાવવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓની સાથે સાથે રેલ્વે વિભાગ રેલ્વે સાથે જોડાયેલા કર્મીઓ માટે પણ માન સમ્માન અને પ્રતિષ્ઠા જાળવે છે, આનું તાજૂ ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું છે,કે ટ્રેનમાં કાર્ય કરતા નાનામાં નાના કર્મીને પણ એક ખાસ સમ્માન વાચક નામથી પ્રબોધન કરાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેનોમાં ગાર્ડને હવેથી ટ્રેન મેનેજર તરીકે ઓળખવામાં આવશે. રેલવેએ આ અંગે તાત્કાલિક અસરથી આદેશ જારી કર્યો છે.રેલ્વેમાં ‘ગાર્ડ’ની પોસ્ટનું નામ બદલવામાં આવ્યું છે.

રેલ્વે બોર્ડના અધ્યક્ષનું પદનામ સીઈઓ કર્યા પછી, રેલ્વે પોતાની એક કોર્પોરેટ ઈમેજ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે રેલવે ખેલાડીઓને ટ્રેન ચલાવવાની મંજૂરી આપવાનું આયોજન કરી રહ્યું છે. નામકરણમાં આ ફેરફારો સ્વાભાવિક છે અને રેલવેના આધુનિકીકરણને અનુરૂપ છે.એક અધિકારીએ જણાવ્યું કે ટ્રેનોના ગાર્ડ પોતપોતાની ટ્રેનોના હવાલા સંભાળે છે. તેથી તે ખૂબ જ યોગ્ય રહેશે કે ટ્રેન ગાર્ડના હાલના હોદ્દાને બદલીને ‘ટ્રેન મેનેજર’ કરવામાં આવે

ભારતીય રેલ્વેએ તાત્કાલિક અસરથી ગાર્ડના હોદ્દો હવે બલ્યો છે. હવેથી આ પોસ્ટને ગાર્ડને બદલે ટ્રેન મેનેજર તરીકે સંબોધવામાં આવશે.આ મામલે   ગુરુવારે રેલ્વે મંત્રાલય દ્વારા આ સંબંધમાં એક આદેશ જારી કરવામાં આવ્યો હતો, જે શુક્રવારે શેર કરવામાં આવ્યો હતો.

હવે રેલ્વે બોર્ડે આસિસ્ટન્ટ ગાર્ડનું નામ ‘આસિસ્ટન્ટ પેસેન્જર ટ્રેન મેનેજર’ અને વરિષ્ઠ પેસેન્જર ગાર્ડનું નામ ‘વરિષ્ઠ પેસેન્જર ટ્રેન મેનેજર’ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેનના સલામત સંચાલનના હવાલામાં ગાર્ડના હોદ્દા બદલવાની રેલવે કર્મચારી યુનિયનોની લાંબા સમયથી માંગ હતી જ જે હવે પુરી થઈ છે.

Exit mobile version