Site icon Revoi.in

મહિલા ટી-20 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત – જાણો કોને મળી એન્ટ્રી તો કોણ થયું ટીમમાંથી બહાર

Social Share

દિલ્હી- પુરુષોની ટી 20 મેચ સમાપ્ત થયા બાદ હવે મહિલાઓની મેચને લઈને ઉત્સાહ વધ્યો છે ત્યારે હવે મહિલા ટી20 એશિયા કપ 1લી ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે 15 ઓક્ટોબરે આ  મેચની પૂર્ણાહુતી હશે.

ત્યારે હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે વિતેલા દિવસને મંગળવારે મહિલા T20 એશિયા કપનું શેડ્યૂલ જાહેર કર્યું. એશિયા મહિલા કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે 11 ઓક્ટોબરે મુકાબલો કરશે.

હરમનપ્રીત કૌર E ટૂર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરશે. અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ સ્મૃતિ મંધાનાને ટીમના ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આ સહીત આ ટીમમાં હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, એસ મેઘના, રિચા ઘોષ (વિકેટકિપર), સ્નેહ રાણા, ડાયલન હેમલતા, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, રા. યાદવ, કેપી નવગીરેનો સમાવેશ થાય છે.આ ટુર્નામેન્ટ 15 ઓક્ટોબર સુધી બાંગ્લાદેશના સિલ્હેટમાં રમાશે. ભારત પોતાની શરૂઆતની મેચમાં શ્રીલંકા સામે ટકરાશે.

કરવામાં આવેલી જાહેરાત મુજબ આવતા મહિને બાંગ્લાદેશના સિલ્હેટમાં શરૂ થઈ રહેલા મહિલા T20 એશિયા કપમાં ભારત 7 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. 1 ઓક્ટોબરથી શરૂ થનારી 15 દિવસીય ટુર્નામેન્ટમાં સાત ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં હશે, જેમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.

ઉલ્લેખનીય છે કે આ મહિલાટી 20  ટૂર્નામેન્ટમાં રમી રહેલી ટીમોમાં ભારત, પાકિસ્તાન, યજમાન બાંગ્લાદેશ, શ્રીલંકા, UAE, થાઈલેન્ડ અને મલેશિયાનો સમાવેશ થાય છે. તાલિબાને સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં મહિલા ટીમ રમતી જોવા મળી નથી.ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષ 2021મા આ મેચ રમાઈ હતી જેમાં  ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 19 રને હરાવીને જીત હાંસલ કરી હતી.