Site icon Revoi.in

ભારતીય ટીમના સ્ટાર ઓપનર રોબિન ઉથપ્પાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા 

Social Share

મુંબઈ:ભારતીય ટીમના સ્ટાર ઓપનર રોબિન ઉથપ્પાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે તમામ ફોર્મેટ અને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 વર્લ્ડ કપ એટલે કે 2007 સીઝન જીતી ત્યારે ઉથપ્પા ટીમનો સ્ટાર ઓપનર હતો. ત્યારે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા.ઉથપ્પાએ આઈપીએલમાં છેલ્લી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ધોનીની કેપ્ટન્સીમાં રમી હતી.

36 વર્ષીય ઉથપ્પાની કારકિર્દી ખૂબ જ ઉતાર-ચઢાવની રહી છે.તે છેલ્લા 7 વર્ષથી ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ તેને તક મળી ન હતી.ઉથપ્પાએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 2015માં રમી હતી.તેણે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી.

જમણા હાથના બેટ્સમેન ઉથપ્પાએ કહ્યું, “મેં પ્રોફેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તેને 20 વર્ષ થઈ ગયા છે, અને મારા દેશ અને રાજ્ય (કર્ણાટક)નું પ્રતિનિધિત્વ કરવું એ સૌથી મોટું સન્માન છે.ઉતાર-ચઢાવથી ભરેલી આ અદ્ભુત યાત્રા અદ્ભુત રહી છે.તેણે મને એક માણસ તરીકે આગળ વધવાની તક આપી.

આ જાહેરાત સાથે તે અન્ય દેશોની લીગ ક્રિકેટમાં રમવા માટે લાયક બન્યો છે. ઉથપ્પાએ 2004ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.બે વર્ષ પછી, તેણે રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ કર્યો.