Site icon Revoi.in

ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને નથી મળ્યો પુરો લાભ – દેશના 148માંથી માત્ર 22 હવાઈમથકો જ ફાયદામાં

Social Share

દિલ્હીઃ- ભારત અનેક ક્ષએત્રમાં આગળ ઘપી રહેલો દેશ બન્યો છે તે હવે વિશ્વની સાથે કદમથી કદમ મિલાવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ મોદીની સરકાર બન્યા બાદ દેશમાં એરપોર્ટની સંખ્યામાં પણ વધારો થયો છે પરિવહન સેવાને વઘુ સરળ બનાવવા માટે યાત્રીઓ હવે ફ્લાઈટ સેવાનો ઉપયોગ કરતા થયા છે જો કે આ સમગ્ર સકારાત્મક સ્થિતિ વચ્ચે પણ આજે દેશના કેટચલાક જ એરપોર્ટ નફો કરી રહ્યા છે.

દેશભરના એરપોર્ટના નફાની સ્થિતિ મામલે સંસંદમાં રિપોર્ટ રજૂ કરાયો હતો પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતમાં 148 ઓપરેશનલ એરપોર્ટ છે જેમાંથી માત્ર 22 જ એવા એરપોર્ટ છે જે સતત નફો કરી રહ્યા છે,  રાજ્યસભામાં રજૂ કરાયેલ સંસદીય સમિતિના અહેવાલમાં  આ પબબાત સામે આવી હતી.જો કે હવે એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવાની સરકારની યોજનાને આવકારતા કહ્યું કે તેનાથી આર્થિક લાભો ચોક્કસ મળશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી.

આ બબાતને લઈને સમિતિએ નોંધ્યું હતું કે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન માર્કેટ હોવા છતાં, દેશના એરપોર્ટના વિસ્તરણમાં ઝડપ આવતી હજી પણ જોવા મળી નથી, જે ઉડ્ડયન ઉદ્યોગના વિકાસને અવરોધે છે.જો કે બાકીના જેટલા એરપોર્ટ છે કે જે નફો કરી રહ્યા છએ તે સતત વ્યસ્ત એરપોર્ટ પણસાબિત થયા છે જે ભારત માટે એક સારી બાબત પણ કહી શકાય છે.

આ મમાલે અવલોકન કરવામાં આવ્યું છે કે દેશભરમાં દેશ એરપોર્ટ મામલે છેલ્લા બે દાયકાથી વિકાસના માર્ગ પર હોવા છતાં, ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર વિકાસનો સંપૂર્ણ લાભ મેળવવામાં હજી સુધી સફળ થયું નથી. સમિતિએ નોંધ્યું હતું કે ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર છેલ્લા બે દાયકાથી વધી રહ્યું છે, પરંતુ તે વધતા ભારતીય આર્થિક અને વસ્તી વિષયક ડિવિડન્ડનો પૂરો લાભ ઉઠાવી શક્યું નથી.