Site icon Revoi.in

ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારતની સુધરતી સ્થિતિ – ભારત 40મા ક્રમે  પહોંચ્યું

Social Share

દિલ્હીઃ ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2022માં ભારતને 40મું સ્થાન પ્રાપ્ત થયું છે. જે જોતા ભારતની સ્થિતિમાં સુધારો જોઈ શકાય છે કારણ કે વર્ષ 2015માં  ભારત આ બાબતે 81મા ક્રમે હતું.ત્યારે હવે ભારતની સ્થિતિ ા મામલે સુધરતી જોવા મળી છે આ સહીત સંસ્થાનો દાવો છે કે આ રિપોર્ટ વિશ્વભરના દેશોની સરકારોને તેમની નવીનતા વધારવામાં મદદ કરશે. તેનો મૂળ ઉદ્દેશ્ય સામાજિક અને આર્થિક પડકારો અને ફેરફારોમાં નવા વિચારો અને તકનીકોનો સમાવેશ કરવાનો છે

ઉલ્લેખનીય છે કે આ  ઇન્ડેક્સ દર્શાવે છે કે ભારત સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં સતત પ્રયત્નશીલ અને સુધારો કરી રહ્યું છે. આ પહેલા વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશનના છેલ્લા રિપોર્ટમાં ભારતે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં બે સ્થાનની છલાંગ લગાવી હતી. 2021માં ભારત 46મા ક્રમે હતું.

જાણકારી પ્રમાણએ વર્ષ 2015થી ભારતનું રેન્કિંગ ઝડપી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે. જ્યારે ભારતનો ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2015માં 81 હતો, તે 2022માં વધીને 40 થઈ ગયો છે. આ સુધારો સ્ટાર્ટઅપ માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા માટે સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા સંશોધન પર ભાર મુકવાથી આવ્યો છે.