Site icon Revoi.in

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ અમેરિકાના તેમના સમકક્ષ સાથે 31 જાન્યુઆરીએ કરશે મુલાકાત , ICETને લઈને થશે વાતચીત

Social Share

દિલ્હીઃ-રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ મહિનાના અંતમાં અમેરિકા સાથે એક નવી સફરની શરુઆત કરવા જઈ રહ્યા છે. 31 જાન્યુઆરીના રોજ તેઓ પોતાના સમકક્ષ  જૈક સુલિવન સાથે ઈનિશીએટીવ ઓન ક્રિટિકલ એન્ડ ઈમર્જિંગ ટેક્નોલોજી (ICET)ને લઈને વાતચીત કરશે અટલે કે ટેકનો બાબતે વાતાઘાટો કરશે.

ભારત અને અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકર વચ્ચે આ પ્રથમ બેઠકને ખૂબ જ મહત્વપૂર્મ માનવામાં આવે છે.આ મુલાતાક દરમિયાન  એડવાન્સ ટેકનોલોજી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, આ સાથે જ બન્ને દેશો વચ્ચેનો વિશ્વાસ પહેલા કરતા વધશે તેવી આશા સેવાઈ રહી છે.

થિંક ટેક પ્રમાણે બન્ને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચેની આ બેઠક ને સંસ્થાગત કરવી જોઈએ આ સાથે જ બન્ને દેશઓ વચ્ચે એક સલાહકાર પરિષદની પણ બનાવવી જોઈએ સાથે જ થિંક ટેકેએ ઘણા મુદ્દાઓ રજૂ કર્યા છે. તેમણે આ બેઠકમાં  ક્વાંટમ તકનીકની ચર્ચા પણ કરવી જોઈએ તેમ જણાવ્યું છે. જેના માધ્યમથી  શિક્ષણ ક્ષેત્રે મોટો ચેન્જ લાવી શકાશે.