Site icon Revoi.in

ભારતની નિકહત ઝરીને જીત્યો મહિલા વિશ્વ બોક્સિંગમાં સ્વર્ણ પદક

Social Share

મુંબઈ: ભારતની ઉભરતી બોક્સર નિકહત ઝરીને ઈસ્તાંબુલમાં વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં થાઈલેન્ડની જીતપોગ્ જુતામાસને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.નિકહતે આ ગોલ્ડ મેડલ 52 કિગ્રા વજન વર્ગમાં જીત્યો છે.આ સિદ્ધિ મેળવનારી તે પાંચમી ભારતીય મહિલા બોક્સર બની છે.અંતિમ મુકાબલામાં ન્યાયાધીશોએ ભારતીય બોક્સરની તરફેણમાં 30-27, 29-28, 29-28, 30-27, 29-28થી મત આપ્યો હતો. ફાઇનલમાં જોરદાર વિજય સાથે, ઝરીને આ ટુર્નામેન્ટમાં દરેક મેચ સર્વસંમતિથી જીતી છે, જે તેનું વર્ચસ્વ દર્શાવે છે. વર્ષ 2008માં મેરી કોમે જીતેલા ગોલ્ડ બાદ આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે. આ સાથે જ આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં ભારતનો આ 10મો ગોલ્ડ મેડલ છે.

જુનિયર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની વિજેતા ઝરીને અગાઉ સેમિફાઇનલ મેચમાં બ્રાઝિલની કેરોલિન ડી અલ્મેડાને 5-0થી હરાવી હતી.

નિકહત પહેલા મેરી કોમ વર્લ્ડ વુમન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રેકોર્ડ 6 વખત (2002, 2005, 2006, 2008, 2010, 2018) ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.આ સિવાય સરિતા દેવી (2006), જેની આર.એલ (2006) અને લેખા કે.સી (2006)એ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો છે.