Site icon Revoi.in

આર્થિક મોરચે ચીનને ભારતનો તગડો જવાબઃ- એક વર્ષમાં 43 ટકા ભારતીયોએ નથી ખરિદી ચીનની વસ્તુઓઃસર્વે

Social Share

દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાન ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે સર્જાયેલા તણાવ બાદ સમગ્ર ભારતમાં ચીનની ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, ચીન સાથેની આ અથડામણમાં ભારતીય સૈન્યના બહાદુર સૈનિકોએ યોગ્ય જવાબ પણ આપ્યો. એટલું જ નહીં, ત્યાર બાદથી લઈને અત્યાર સુધીના એક વર્ષના સમયગાળા દરમિયાન આર્થિક મોરચે પણ ચીનને મોટો ફટકો પડયો છે.

એક સર્વે અનુસાર એવા કુલ 43 ટકા ભારતીયો છે કે, જેમણે છેલ્લા 12 મહિનામાં ચીનમાં બનાવેલ કોઈ પણ ઉત્પાદન ખરીદ્યું નથી. કોમ્યુનિટી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ લોકલસાઇર્ક્લ્સના એક સર્વેપ્રમાણે જે લોકોએ ચીનમાં બનાવેલા ઉત્પાદનો પણ ખરીદ્યા છે તેઓનું કહેવું છે કે તેમણે માત્ર એક થી બે વખત ખરીદી કરી હશે.

આ સર્વે ચીનની 100 થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની અને દેશી માલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની નીતિની વચ્ચે આવ્યો છે. ગયા વર્ષે ચીનથી સરહદ પર ઘર્ષણ થયા બાદ ભારત સરકારે ટિકટોક, અલી એક્સપ્રેસ સહિત અનેક એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. એટલું જ નહીં, ગલવાન ખીણમાં અથડામણમાં 20 ભારતીય સૈનિકોની શહાદત અંગે દેશભરમાં રોષ જોવા મળ્યો હતો અને ઘણી વખત ચીની પેદાશોનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી. વિતેલા વર્ષના સર્વે દરમિયાન તે સમયે 71 ટકા ભઆરતીયો દ્રારા ચીની ચીજ વસ્તુઓની ખરીદી કરવામામં નહોતી આવી

આ કરવામાં આવેલા સર્વેમાં 281 જીલ્લાઓના 18 હજાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે,સર્વેમાં સામેલ મોટાભાગના લોકોએ ચાઇનીઝ માલની ખરીદી પાછળના કારણ તરીકે નીચા ભાવ અને પૈસા બચાવવાનું કારણ આપ્યું હતું.