Site icon Revoi.in

નૌસેનાની સુરક્ષા થઈ બમણી – સ્વદેશી ભારતીય  કોસ્ટગાર્ડ જહાજ ‘વજ્ર’ નૌસેનાના બેડામાં સામેલ

Social Share

દિલ્હી – ભારતીય દરિયાઈ જહાજ વજ્રને બુધવારના રોજ ચેન્નાઈમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યુ હતુ. દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે છઠ્ઠા ઓફશોર પેટ્રોલિંગ જહાજને કાફલામાં સમાવવામાં આનેલ કરવામાં આવ્યું છે.

ચેન્નાઈ પોર્ટ ટ્રસ્ટ ખાતે કોસ્ટગાર્ડમાં વહાણ ‘વજ્ર’ ના સમાવેશ પ્રસંગે સીડીએસ જનરલ બિપિન રાવતે કહ્યું કે અમને તેમાં થયેલા સુધારણા અને ક્ષમતા પર વિશ્વાસ છે.

આ પ્રસંગે વધુમાં તેમણે કહ્યું કે, દેશમાં વિશાળ અને વિશેષ આર્થિક ક્ષેત્ર છે, દૂર ટાપુ ક્ષેત્ર અને લાંબો દરિયાકિનારો છે. ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં અગ્રતા ધરાવનાર ભાગીદાર દેશ છે. આ જહાજ સ્વદેશી રીતે બનાવવામાં આવ્યું છે અને લાર્સન એન્ડ ટુબ્રો શિપબિલ્ડીંગ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ કોસ્ટગાર્ડ અનેક સુવિધાથી છે સજ્જ