- ખાદ્ય તેલના ભાવ ઘટશે
- ઈન્ડોનેશિયા હટાવશે પામ તેલ પરનો પ્રતિબંધ
દિલ્હીઃ- છેલ્લા ઘમા સમયથી ઈન્ડોનેશિયાએ પામ તેલ પર પ્રતિબંધ લાદી દીધો હતો ને તેની સીધી અસર ભારતમાં ખાદ્ય તેલ પર થયેલી જોવા મળી હતી ત્યારે હવે ઈન્ડોનેશિયાએ મહત્વની જાહેરાત કરીને છે જેને લઈને આવનારા દિવસોમાં ખાદ્યતેલના ભાવ ઘટવાના એંઘાણ વર્તાઈ રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ કહ્યું કે સોમવાર, 23 મેથી પ્રતિબંધ હટાવવામાં આવશે. આ નિર્ણયનો લાભ ભારતને મળવાની આશા છે.
ઉલ્લેખનીય છે કે ભારત ઇન્ડોનેશિયાથી પામ તેલનો મોટો હિસ્સો આયાત કરે છે, પરંતુ ભૂતકાળમાં, ઇન્ડોનેશિયાએ સ્થાનિક ભાવને નિયંત્રિત કરવા માટે અન્ય દેશોને પામ તેલ આપવાનો ઇનકાર કર્યો હતો. હવે જ્યારે સ્થિતિ સુધરતી જોવા મળી છે, ત્યારે ઇન્ડોનેશિયા 23 મેથી તેના પામ ઓઇલની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેશે.
ઈન્ડોનેશિયાએ 23 મેથી પામ ઓઈલ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. ગુરુવારે દેશના વ્યાપારી નેતાઓએ રાષ્ટ્રપતિ પાસે નિકાસ પ્રતિબંધો હટાવવાની માંગ કરી હતી, જેના પછી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.