Site icon Revoi.in

દિલ્હીમાં સંક્રમણ દર 26 ચકાથી વધુ, છેલ્લા 24 કલાકમાં 1600થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે જો દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છએ, કોરોના સંક્રમણ દર અહી વધુ જોવા મળે છે આ સાથે જ રોજેરોજ નોંધાતા કેસમાં દિલ્હીના કેસ સૌથી વધુ હોય છે

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં કોરોનાના 1 હજાર 603 કેસ નોંધાયા હતા અને સંક્મણ દર 26.75 ટકા નોંધાયો હતો, જ્યારે ત્રણ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા હતા.

જાણકારી અનુસાર વધુ ત્રણ લોકોના મોત બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ મહામારીના કારણે મૃત્યુઆંક વધીને 26,581 થઈ ગયો છે. રાજધાનીમાં કોવિડ માટે ખાસ તૈયાર કરાયેલા 7 હજાર 976 બેડમાંથી 390 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે બુધવારે દિલ્હીમાં કોરોના વાયરસના ચેપને કારણે છ લોકોના મોત થયા હતા.

રાજધઆનીમાં વધતા જતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વઘારી દીધી છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 993 ટેસ્ટ કરવામાં આવ્યા અને 1 હજાર 526 દર્દીઓ સાજા થયા. હાલમાં દિલ્હીમાં કોરોનાના કુલ 6 હજાર 120 સક્રિય કેસ જોવા મળે છે.

Exit mobile version