Site icon Revoi.in

મોંધવારીનો માર – ફરી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકાયો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં સતત મોંધવારીનો માર પડી રહ્યો છે આવી સ્થિતિમાં અનેક ચીજ વસ્તુો સહીતના ભાવમાં વધારો થી રહ્યો છે ત્યારે ફરી એક વાર એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે.ફરી એકવાર રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે હવે ગેસ સિલિન્ડર એક હજાર રુપિયાને પાર મળશે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ નવા દરો આજે એટલે કે 19 મે થી લાગૂ કરવામાં આવશે આ પહેલા 7 મેના રોજ રુપિયા 50નો વધારો કરાયો હતો ત્યારે આજરોજ 3 રુપિયા 50 પૈયાનો વધારો કરાયો છે.જેથી હવે ગેસના બોટલની કિમંતો 1 હજારને પાર થી ચૂકી છે.

જો દિલ્હીની વાત કરીએ તો દિલ્હી, મુંબઈમાં 14.2 કિલો રાંધણ ગેસના બાટલાના ભાવ1003રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા તથા ચેન્નાઈમાં 1018.50 રૂપિયા થઈ ગયો છે.

તો બીજી તરફ ઘરેલું સિવાય કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 8 રૂપિયાનો વધારો ઝિંકાયો છે. આજથી 19 કિલોવાળા ગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 2354 રૂપિયા, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નાઈમાં 2507 રૂપિયા હશે.