Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયામાં ઉલ્કાપાતથી બનેલું ક્રેટર મળ્યું, 10 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર પડ્યું હોવાનો દાવો

Social Share

ઓસ્ટ્રેલિયા વિવિધ પ્રકારની અજાયબી ધરાવતો દેશ છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં સોનાના ખનન દરમિયાન ઉલ્કાથી બનેલું ક્રેટર મળી આવ્યું છે. આ ક્રેટર દુનિયાના સૌથી મોટા ઉલ્કા ક્રેટરમાંથી એક હોઇ શકે છે તેવો જીયોલોજીસ્ટની ટીમનો દાવો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ઉલ્કા આશરે 10 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર પડી હશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઉલ્કાપાતથી બનેલો ખાડો પશ્વિમ ઓસ્ટ્રેલિયાના ઓરા બાંદાના ગોલ્ડફિલ્ડ્સની નજીક છે. આશરે 5 કિમીના વિસ્તારમાં ફેલાયેલા આ ક્રેટરને ઇલેક્ટ્રોમેગ્નેટિક અને ગ્રેવિમેટિક મેપિંગની મદદથી શોધવામાં આવ્યો છે. જીયોલોજીસ્ટ ટીમનું નેતૃત્વ કરી રહેલા ડૉ. જેસન મેયર્સુનું કહેવું છે કે, જે એસ્ટેરોઇડથી આ ક્રેટર બન્યું છે તેનું કદ 100 મીટરની આસપાસ હશે. તેની સ્થિતિ અને ગાયબ થયેલા એલિમેન્ટ તથા કિનારે મળી આવેલી માટીના આધારે અંદાજો મેળવી શકાય છે કે, આ ક્રેટર 10 કરોડ વર્ષ પહેલાનો હશે.

તપાસમાં જે સેમ્પલ્સ મળ્યા હતા એ માત્ર ન્યૂક્લિયર બ્લાસ્ટ કે ઉલ્કાપાતથી પેદા થતાં ઘટકો હતા. ટેકનિકલી આ બાબત સાબિત થાય છે કે એસ્ટેરોઇડ આ જગ્યા પર પડ્યું હશે. સોના સાથે આ ઘટનાને કોઇ સંબંધ નથી, પરંતુ ઉલ્કાપાતની આ ઘટનાને લીધે સોનું આસપાસ વેરાઇ ગયું હોવાની સંભાવના રહેલી છે.

(સંકેત)