Site icon Revoi.in

કાબુલમાં એરપોર્ટ પર ફાયરિંગ, અમેરિકી દૂતાવાસ બહાર ધડાકો, ભારત સરકારે લોકોને બહાર કાઢવા લીધું આ પગલું

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ કાબુલમાં સ્થિતિ વણસી છે. અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માટે એરપોર્ટ એક જ રસ્તો બચ્યો છે પરંતુ ત્યાં પણ હવે ફાયરિંગ થયું છે. ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર થયેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા છે. તે ઉપરાંત કાબુલમાં અમેરિકી દૂતાવાસ પાસે ધડાકો થયા હોવાનો પણ અહેવાલ છે. હાલ અમેરિકાએ કાબુલ એરપોર્ટને કબજામાં લીધુ છે અને 6000 સૈનિકો તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે.

કાબુલમાં સતત વણસી રહેલી સ્થિતિ પર ભારત સરકાર બાજ નજર રાખી રહી છે અને એલર્ટ પર છે. ભારત સરકારે કાબુલથી લોકોને બહાર કાઢવા માટે એર ઇન્ડિયાના 2 વિમાન તૈયાર રાખ્યા છે. કાબુલ એરપોર્ટ પર અફઘાન જનતાની ભીડને અમેરિકી હેલિકોપ્ટરો અને વિમાનથી દૂર કરવા માટે અમેરિકી સૈનિકોએ હવામાં ફાયરિંગ કર્યું.

બીજી તરફ કાબુલમાં અમેરિકી દૂતાવાસ પાસે બે ધડાકાના અહેવાલ મળી રહ્યા છે. આ ધડાકામાં કોઇના ઘાયલ કે માર્યા ગયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ નથી. અમેરિકાએ પણ પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે છૂપાઇ જવા કહ્યું છે. કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ બાદ આગ લાગી ગઇ હતી.

ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ છે. લોકો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગી રહ્યા છે. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. કાબુલ એરપોર્ટથી જે વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે તેમાં સ્થિતિ ખુબ ભયાનક જોવા મળી રહી છે.