Site icon Revoi.in

કોવેક્સિનને મળી મોટી સફળતા, ઓસ્ટ્રેલિયાની સરકારે અપ્રૂવ્ડ વેક્સિનની યાદીમાં કરી સામેલ

Social Share

નવી દિલ્હી: ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સિનને લઇને એક સારા સમાચાર છે. આ વેક્સિનને હવે ઓસ્ટ્રેલિયાની સરકાર તરફથી મંજૂરી મળી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે તેને અપ્રૂવ્ડ રસીની યાદીમાં સામેલ કરી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતના રાજદૂત બૈરી ઓ ફારેલે આ જાણકારી પૂરી પાડી છે. ભારત WHO તરફથી આ વેક્સિનની મંજૂરી માટે લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યું છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ તેને લીલી ઝંડી આપી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મંજૂરીને લઇને કહી રહી છે કે તેને કેટલીક વધુ જાણકારીની આવશ્યકતા છે. તેના આધાર પર તે તેની મંજૂરીને લઇને નિર્ણય લેશે. અગાઉ 26 ઑક્ટોબરના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની બેઠકમાં તેને મંજૂરી મળે તેવી સંભાવના હતા પરંતુ દરેક આશા પર પાણી ફરી વળ્યું હતું. હવે તેની મંજૂરીને લઇને આગામી બેઠક 3 નવેમ્બરના રોજ થવાની છે. આ બેઠકમાં કોવેક્સિનને લીલી ઝંડી મળે તેવી સંભાવના છે.

આ સપ્તાહના અંતમાં WHOએ ભારત બાયોટેક પાસેથી અંતિમ લાભ-જોખમ-આકારણી માટે વધારાની સ્પષ્ટતા માંગી છે. કટોકટીના ઉપયોગની સૂચિમાં સામેલ કરવા માટે આ સ્પષ્ટતા માંગી છે. આ સ્પષ્ટતા બાદ અંતિમ નિર્ણય માટે 3 નવેમ્બરે બેઠક યોજાશે.

ભારતમાં જ નિર્મિત કોવેક્સિનને કટોકીના ઉપયોગની સૂચિમાં સામેલ કરવા માટે કોવેક્સિન પરના ડેટાની સમીક્ષા કરવા માટે ટેકનિકલ સલાહકાર જૂથની બેઠક દરમિયાન, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વેક્સિનના વૈશ્વિક ઉપયોગને ધ્યાનમાં લેતા અંતિમ લાભ-જોખમ આકારણી માટે ઉત્પાદક પાસથી વધારાની સ્પષ્ટતા માંગવાની જરૂર છે.