Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય કેક દિવસ: તમને કઈ કેક સૌથી વધુ ભાવે છે? જાણો સ્વાદિષ્ટ કેકની સરળ રેસિપી

Social Share

આંતરરાષ્ટ્રીય કેક દિવસ:  આજના સમયે કેકનું નામ આવે  એટલે નાના મોટા સૌ કોઈના મોંમાં પાણી આવી જાય. કેક કોને ના ભાવે? અત્યારના સમયે જન્મદિવસ હોય, લગ્નની વર્ષગાંઠ હોય કે કોઈપણ પ્રકારની ઉજવણી હોય કે ઉત્સવનો પ્રસંગ હોય, તો કેક તો તેમાં અનિવાર્ય બની ગઈ છે. દર 26મી નવેમ્બરે આ સ્વાદિષ્ટ વાનગીને યાદ કરીને આંતરરાષ્ટ્રીય કેક દિવસનું આયોજન કરવામાં આવે છે.

તો ચાલો આજે તમને કેકની કેટલીક એવી મજેદાર અને સરળ ટિપ્સ આપીએ કે તમે ઘરે જે કેક બનાવો છો, તેમાં આ નાનકડો સ્વાદ ઉમેરીને તમારી કેકનો સ્વાદ વધુ મજેદાર કરી શકો છો.

ચોકલેટ અને પીનટ બટર  કેક : તમે જે રેગ્યુલર ચોકલેટ કેક બનાવો છો, તેમાં ફક્ત પીનટ બટરનો જાદુ ઉમેરો અને પછી સ્વાદનો જાદુ જુઓ. આ એક જ સ્વાદ ઉમેરીને તમે તમારી સાદી ચોકલેટ કેકનો સ્વાદ બમણો કરી શકો છો.

કોફી અને અખરોટ સાથે કેક : જો તમને કોફી ગમે છે, તો આ કોફી કેકમાં અખરોટ ઉમેરો અને પછી સ્વાદનો જાદુ જુઓ.

કોકોનટ  કેક : શું તમે નાળિયેરની બરફી ખાધી છે? જો એ તમને ગમે છે, તો તમે કેકમાં પણ એ સ્વાદ લાવી શકો છો.  તમે કોકોનટ કેક ટ્રાય કરી શકો છો. નાળિયેરનો સ્વાદ ઉમેરવા માટે, નાળિયેરને માત્ર બેટરમાં જ નહીં, પણ ફ્રોસ્ટીંગમાં પણ સામેલ કરો.

લેમન ચીઝકેક :  આ કેક  બહુ જલ્દીથી બનાવી શકાય છે. તે એકદમ ક્રિમી બને છે. જેમાં સ્વાદિષ્ટ ક્રન્ચી ગ્રેહામ ક્રેકર ક્રસ્ટ ઉમેરી શકાય છે. આ કેક લગભગ કોઈપણ ટોપિંગ અને સ્વાદને મજેદાર બનાવે છે.

પાઉન્ડ કેક : પાઉન્ડ કેક સ્વાદિષ્ટ, પોચી અને  બનાવવામાં એકદમ સરળ છે. આ કેક માખણ, ખાંડ, ઈંડા અને લોટ વડે બનાવવામાં આવે છે. બેક કાર્ય પછી તે અદ્ભુત લાગે છે. પાઉન્ડ કેકને તમે  તમને ગમે તે રીતે ડેકોરેટ કરી શકો છો.

(ફોટો: ફાઈલ)