Site icon Revoi.in

પાકિસ્તાનમાં લઘુમતી કન્યાઓના થતા અપહરણ-ધર્માતંરણ વિરુદ્વ શિકાગોમાં ભારતીયો દ્વારા દેખાવો

Social Share

અમદાવાદ: આતંકવાદીઓને શરણ આપતા પાકિસ્તાનમાં હિંદુ, શીખ, બૌદ્વ, જૈન સહિતના લઘુમતી સમુદાયની હાલત અત્યંત દયનીય અને કફોડી છે. અહીંયા વારંવાર લઘુમતી સમુદાય પર એક યા બીજી રીતે અત્યાચાર કે દમનના કિસ્સાઓ પ્રકાશિત થતા હોય છે.

ખાસ કરીને પાકિસ્તાનમાં લઘુમતી બેકગ્રાઉન્ડ ધરાવતી કન્યાઓનું અપહરણ, બળજબરીપૂવર્ક ઇસ્લામમાં ધર્માંતરણ, હત્યા અન દુષ્કર્મ જેવી ઘટનાઓ સતત વધી રહી છે અને પાકિસ્તાનમાં કોઇને કોઇ સ્થળે આ પ્રકારના કિસ્સાઓ દરેક ભારતીયોના રૂંવાડા ઉભા કરી દે છે.

એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં દર વર્ષે લઘુમતી સમુદાયની અંદાજે 1,000 કન્યાઓનું અપહરણ કરવામાં આવે છે અને આ કન્યાઓનું જબરદસ્તીપૂવર્ક ઇસ્લામમાં ધર્માંતરણ કરાવવામાં આવે છે અને મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે. તે ઉપરાંત અંદાજે 1000 કન્યાઓનું અપહરણ કરીને દુષ્કર્મ અથવા તો તેની હત્યા પણ કરી નાંખવામાં આવે છે. હકીકતમાં, કોરોના મહામારી દરમિયાન લાગૂ કરાયેલા લોકડાઉન દરમિયાન આ પ્રકારની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે જ્યારે બાળાઓ શાળાની બહાર વધારે દેખાતી થઇ હતી.

પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની કન્યાઓના થતા અપહરણ, દુષ્કર્મ, ધર્માંતરણને રોકવા માટે અમેરિકાના શિકાગો સ્થિત પાકિસ્તાનની કોન્સ્યુલેટ જનરલ ઑફિસની બહાર અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટેના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ચિંગારી પ્રોજેક્ટ પાકિસ્તાનમાં થતા લઘુમતી સમુદાય પરના દમન માટે કામ કરી રહી છે અને આ પ્રકારને દેખાવોનું આયોજન કરીને વૈશ્વિક સમુદાયને પણ આ ગંભીર મુદ્દે ધ્યાન આપવા માટે અપીલ કરી રહી છે.

નોંધનીય છે કે, ગત વર્ષે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ પાકિસ્તાનને ધર્મના સ્વાતંત્ર્યનો ભંગ કરવા બદલ કન્ટ્રી ઑફ પર્ટિક્યુલર કન્સર્ન જાહેર કર્યું હતું. યુએસ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલિજીયસ ફ્રિડમ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના ભાગરૂપે પાકિસ્તાનની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.