Site icon Revoi.in

WHOની કોરોના ઉત્પત્તિને લઇને ચીનમાં ફરી તપાસની તૈયારી, ચીને WHOને ધમકાવ્યું

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ કોરોના મહામારી માટે ચીનને જવાબદાર ગણી રહ્યું છે અને ચીનના વુહાનથી જ કોવિડની ઉત્પત્તિ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠન બીજી વખત ચીનમાં કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે તપાસ માટે તૈયારીઓ કરી રહ્યું છે. ચીને WHOને ધમકી આપી છે કે, WHOની તપાસ સંભવિત રાજકીય જોડતોડથી પ્રેરિત છે. અમેરિકા અને બાકી ઘણા દેશો WHOની તપાસ પર રાજકારણ કરી રહ્યા છે.

ચીનથી વાયરસની ઉત્પત્તિને લઇને WHOએ 25 તજજ્ઞોની યાદી જાહેર કરી છે. આ તજજ્ઞો વાયરસની ઉત્પત્તિની તપાસ માટે આગામી પગલાં પર સલાહ આપશે. ચીનમાં ડિસેમ્બર 2019માં પ્રથમ વખત મનુષ્યો કોરોના વાયરસના ચેપ અંગે જાણવા મળ્યું હતું. WHOની એક ટીમે ફેબ્રુઆરીમાં બેઇજિંગ પર આરોપ લગાવ્યો હતો કે, તે આંકડા નથી આપી રહ્યું. તે પછી ચીને આગળની તપાસનો વિરોધ કર્યો હતો.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને સહયોગની તૈયારી બતાવતા કહ્યું કે, ચીન વૈશ્વિક સ્તર પર વૈજ્ઞાનિક રીતે તેની તપાસમાં સહયોગ કરશે અને તેમાં ભાગીદારી પણ કરશે તેમજ કોઈ પણ પ્રકારની રાજકીય જોડતોડનો વિરોધ કરશે.  ઝાઓએ કહ્યું કે અમને આશા છે કે, ડબલ્યુએચઓ સચિવાલય સહિત બધા સંબધિત પક્ષ અને સલાહ જૂથ નિષ્પક્ષ તેમજ જવાબદારીભર્યું વૈજ્ઞાનિક વલણ અપનાવશે.