Site icon Revoi.in

લદ્દાખ મોરચે હાડ થીજવતી ઠંડીથી ચીની સૈનિકોના ટપોટપ મોત, ચીને હવે ત્યાં રોબોટની તૈનાતી કરવી પડી

Social Share

નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત સાથે ચાલતા સંઘર્ષ વચ્ચે ચીની સૈનિકોની તૈનાતી હવે ચીન માટે પોતાના જ પગ પર કુહાડી મારવા જેવો ઘાટ સર્જાયો છે. હાડ ગાળી નાંખે તેવી ઠંડીમાં ચીની સૈનિકોના મોત થઇ રહ્યા છે અને હવે તેને કારણે ચીનને સૈનિકોને બદલે હવે ભારતીય સૈનિકોનો મુકાબલો કરવા માટે રોબોટ તૈનાત કરવાની નોબત આવી છે.

મીડિયા અહેવાલ અનુસાર, ચીને આ વિસ્તારમાં તૈનાતી માટે ડઝન જેટલા માનવરહિત અને હથિયારોથી સજ્જ રોબોટ મોકલ્યા છે. તેમાથી મોટા ભાગને લદ્દાખ મોરચે તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ભારત અને ચીન એમ બંને દેશો તરફથી 50 હજાર સૈનિક તૈનાત છે.

ચીને કુલ આવા 88 રોબોટ સીમા પર તૈનાતી માટે મોકલ્યા છે. આ ઉપરાંત બીજા બખ્તરબંધ વાહનોનો કાફલો પણ સામેલ છે.  જે ગમે તેવા બિસ્માર રસ્તા પર આગળ વધી શકે છે અને તેના પર તોપ, હેવી મશિનગન, મોર્ટાર, મિસાઇલ લોન્ચર પણ ફીટ કરી શકાય છે.

લદ્દાખ મોરચે ચીનને હવે ભારત સામે સૈનિકોનો તૈનાતીનો નિર્ણય ભારે પડી રહ્યો છે અને હવે ચીન હવાતિયા મારી રહ્યું છે. અહીંયા એટલી હાડ થીજવી નાંખે તેવી ઠંડી પડી રહી છે કે એક પછી એક ચીની સૈનિકો હવે મોતને ભેટી રહ્યા છે. ચીની સેનાના આ વિસ્તારના કમાન્ડર ઝાંગ જુડોંગનું પણ મોત થયું હતું.