Site icon Revoi.in

હવે હોરર ફિલ્મ જુઓ અને પૈસા મેળવો, આ કંપની 13 હોરર ફિલ્મ જોનારને 95,000 રૂપિયા આપશે

Social Share

નવી દિલ્હી: જો તમે પણ હોરર ફિલ્મ જોવાના શોખીન હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. તમને તમારો શોખનો લાભ લેવાની એક કંપનીએ તક આપી છે. અમેરિકાની એક કંપની ઑક્ટોબરમાં 13 હોરર ફિલ્મો જોનારને 1300 ડૉલર અથા 95,000 રૂપિયા ચૂકવશે. આ માટે ફાઇનાન્સબઝ કંપની આ વ્યક્તિના ફિલ્મ દરમિયાન તેના હાર્ટ રેટનું એનાલિસિસ કરવામાં આવશે. જેને હોરર મૂવી હાર્ટ રેટ એનાલિસ્ટ નામ અપાયું છે.

આ અંગે ફાઇનાન્સબઝ કંપનીએ જણાવ્યું હતું કે, અમે ઉચ્ચ બજેટની હોરર ફિલ્મો ઓછા બજેટની ફિલ્મો કરતાં વધુ ભયભીત કરે છે કે નહીં તે જાણવા માટે આ પ્રયોગ હાથ ધર્યો છે. આ પ્રયોગની મદદથી સૌથી ડરામણી 13 ફિલ્મોની સૂચિ તૈયાર કરવામાં આવી છે.

સૌથી ડરામણી 13 ફિલ્મોના નામ વિશે વાત કરીએ તો તેમાં, ક્વાઇટ પ્લેસ, એમીટીવિલે હોરર, ક્વાઇટ પ્લેસ ભાગ 2, કેન્ડીમેન, ધ બ્લેર વિચ પ્રોજેક્ટ, સિનિસ્ટર, ગેટ આઉટ, ધ પર્જ, હેલોવીન, એનાબિલ સમાવિષ્ટ છે.

એક અહેવાલ અનુસાર, લોકો 26 સપ્ટેમ્બર, 2021થી આ માટે અરજી કરી શકશે. જેમાંથી 1 ઑક્ટોબર 2021 સુધીમાં અમુક લોકોને પસંદ કરવામાં આવશે અને ઇમેઇલ દ્વારા તેને આ અંગે જાણ કરવામાં આવશે. જેનો 4 ઑક્ટોબર, 2021 સુધીમાં ફિટબિટ આપવાનો રહેશે. બાદમાં ઉમેદવારે 9 ઑક્ટોબર, 2021 થી 18 ઑક્ટોબર, 2021 સુધી ફિલ્મો જોવાની રહેશે.