Site icon Revoi.in

ડોનાલ્ડ ટ્રમ્પે કાબૂલ વિસ્ફોટ પર શોક વ્યક્ત કર્યો, કહ્યું – જો હું રાષ્ટ્રપતિ હોત તો હુમલો ક્યારેય ના થવા દેતો

Social Share

નવી દિલ્હી: કાબૂલમાં થયેલા શ્રેણીબદ્વ આત્મઘાતી હુમલા પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, જો હું તમારો રાષ્ટ્રપતિ હોત તો આ હુમલો ક્યારેય ના થવા દેતો.

અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ બહાર થયેલા શ્રેણીબદ્વ વિસ્ફોટમાં માર્યા ગયેલા અમેરિકન સેવાના સભ્યોના પરિવાર પ્રત્યે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શોક વ્યક્ત કર્યો છે.

ટ્રમ્પે શોકાંજલી વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમારી સંવેદનાઓ એ નિર્દોષ નાગરિકોના પરિવારોની સાથે પણ છે જે કાબૂલ હુમલામાં માર્યા ગયા છે. આ ઘટના ક્યારેય નહોંતી બનવી જોઇતી. આ અમારા દુ:ખને વધારે ઉંડુ બનાવે છે. જો હું તમારો રાષ્ટ્રપતિ હોત તો આ હુમલો ક્યારેય ના થવા દેતો. ભગવાન અમેરિકાનું ભલું કરે.

કાબૂલમાં અમેરિકન દૂતાવાસે એક ચેતવણી જારી કરી છે કે કાબૂલ એરપોર્ટની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટમાં અમેરિકન સૈનિકોના મોત પર બાયડન બહુ ગુસ્સામાં છે. હુમલા બાદ વ્હાઇટ હાઉસથી પોતાના સંબોધનમા જો બાયડને કહ્યું કે, અમે માફ નહીં કરીએ. અમે નહીં ભૂલીએ. અમે તેમને શોધીશું, મારીશું.