Site icon Revoi.in

અંતે ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી, સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરવા આપી મંજૂરી

Social Share

વોશિંગ્ટન: અમેરિકામાં હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઇ હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો બાઇડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા જો કે ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા માટે તૈયાર ન હતા અને અનેક રાજ્યોની કોર્ટમાં ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપ સાથે કેસ કર્યા હતા. જો કે હવે ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી લીધી છે અને ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.

અમેરિકામાં ચૂંટણી થયાના 3 4 સપ્તાહ બાદ પણ એવું કહેવાતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પરિણામ ઉલટાવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ ઘણી વખત બાઇડેન અને તેની ડેમોક્રેટિક પાર્ટી પર ઘણી વખત નિશાન સાધ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે હવે અમેરિકાના જનરલ સર્વિસ ઑફ એડમિનિસ્ટ્રેશનને સત્તા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જે કરવાનું હોય એ કરો. ત્યારબાદ અમેરિકાની GSA એટલે કે જનરલ એડમિનિસ્ટ્રેટ એમિલી મર્ફીએ જો બાઇડેનને પત્ર લખીને સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયામાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે.

નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પરિણામ આવ્યા બાદ પોતાની હાર સ્વીકારી ન હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જીત સુનિશ્વિત કરવા માટે દરેક તરકીબ અજમાવી લીધી પણ કોઇ કામ આવી ન હતી. આ દરમિયાન તેમણે કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો. જો કે મોટા ભાગની કોર્ટે કેસ ફગાવી દીધો હતો.

(સંકેત)

Exit mobile version