Site icon Revoi.in

કોરોના મહામારી વચ્ચે હવે USમાં હન્ટા વાયરસે દીધી દસ્તક, મહિલાની હાલત ગંભીર

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી વચ્ચે હવે અમેરિકાના મિશિગનમાં હન્ટા વાયરસના ચેપે દસ્તક દીધી છે. મિશિગનમાં એક મહિલા સંભવત: હન્ટા વાયરસથી સંક્રમિત થઇ છે. સંક્રમિત મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. આ મહિલા ઉંદરોના સંપર્કમાં આવી હતી અને તેમાંથી વાયરસે મહિલામાં પ્રવેશ કર્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, વાશટેનાઉ કાઉન્ટીની મહિલને ફેફસાંની સમસ્યા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા ઘરની સફાઇ કરી રહી હતી અને આ દરમિયાન તેને ઉંદરથી હન્ટા વાયરસનો ચેપ લાગ્યો હતો. જાન્યુઆરી 2017 સુધીમાં યુએસમાં હન્ટા વાયરસના 728 કેસ સામે આવ્યા હતા.

અગાઉ ચીનમાં પણ હન્ટા વાયરસે દેખા દીધી હતી. ત્યાં હન્ટા વાયરસથી એક વ્યક્તિનું મોત થયું હતું. નિષ્ણાતો અનુસાર ઉંદરો અને ખિસકોલીના સંપર્કમાં આવવાને કારણે હન્ટા વાયરસ ફેલાય છે. અત્યાર સુધીના સંશોધન અનુસાર આ વાયરસ હવામાં અને એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિ સુધી ફેલાતો નથી. પરંતુ જો કોઇ વ્યક્તિ ઉંદર કે ખિસકોલીના સંપર્કમાં આવે છે તો તેને હન્ટા વાયરસના સંક્રમણનું જોખમ વધારે રહે છે.

હન્ટા વાયરસના લક્ષણો વિશે વાત કરીએ તો તેમાં જ્યારે વ્યક્તિ સંક્રમિત થાય ત્યારે 101 ડિગ્રીથી વધુ તાવ આવે છે. તેના સ્નાયુઓ અને માથાનો દુખાવો થવા લાગે છે. ઉબકા, ઉલટી અને પેટમાં પણ દુખાવો થાય છે.