Site icon Revoi.in

ભારત સાથે વાતચીતનું માત્ર નાટક, ચીને પેંગોંગ લેક પાસે ફરી લશ્કરની ટૂકડી કરી તૈનાત

Social Share

ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ સરહદ પરથી સેના પાછળ હટાવવા માટે ચીન ભારત સાથે વાટાઘાટો કરી રહ્યું છે પરંતુ આ માત્ર એક નાટક હોય તેવું વધું લાગી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચીન પેંગોંગ લેકની આસપાસ પોતાનો લશ્કરી જમાવડો વધારી રહ્યું છે. 14 જુલાઇએ વાટાઘાટો બાદ પણ ચીને પોતાની વધારાની પેટ્રોલ બોટ અને સેનાની ટુકડીઓ આ વિસ્તારમાં તૈનાત કરી દીધી છે.

તે ઉપરાંત પેંગોંગ લેકની આસપાસ ચીને નવા કેમ્બ બનાવવાના પણ શરૂ કરી દીધા છે. ચીનની દરેક હિલચાલ એક સેટેલાઇટની તસવીરોમાં કેદ થઇ ચૂકી છે. ચીને 10 બોટો તૈનાત કરી છે જેમાં 10 જવાનો પણ દેખાઇ રહ્યા છે.

તે ઉપરાંત કેટલીક તસવીરોમાં અંદાજે 40 જેટલા કેમ્પ પણ જોવા મળી રહ્યા છે.

નોંધનીય છે કે, ચીન ભારત સાથે વાતચીતનું માત્ર એક ઢોંગ જ કરી રહ્યું છે. ચીન કોઇપણ રીતે તેની સેના પાછળ ખસેડવાના મૂડમાં નથી. ભારત પણ ચીનની આ ચાલથી પરિચીત હોય તેમ તેમ પોતાની સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે અને હાલમાં જ ભારતીય વાયુસેનામાં પાંચ રાફેલ લડાકૂ વિમાનો પણ સામેલ થઇ ચૂક્યા છે.

(સંકેત)